કેન્દ્ર સરકારે લીધો મહત્ત્વનો નિર્ણય! ડિલીવરી બાદ નવજાત શિશુનું મોત થાય તો મળશે ‘સ્પેશિયલ મેટર્નિટી લીવ’

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કેન્દ્ર સરકારે હાલમાં એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. ડિલીવરી દરમિયાન જો નવજાત બાળકનું મોત થાય ત્યારે આવી સ્થિતિમાં મહિલા કર્મચારીઓને ડિલીવરી પછી 60 દિવસની સ્પેશિયલ મેટર્નિટી લીવ આપવામાં આવશે. આદેશમાં જણાવ્યું છે કે, બાળકનું મોત થવાને કારણે માતાને ભાવનાત્મક ઠેસ પહોંચે છે આ વાતને ધ્યાનમાં રાખીને સ્પેશિયલ મેટર્નિટી લીવ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે આવી ઘટનાઓ આખા જીવનને પ્રભાવિત કરતી હોય છે.
સંબંધિત વિભાગ દ્વારા આપવામાં આદેશમાં જણાવાયું હતું કે જો કેન્દ્ર સરકારની મહિલા કર્મચારી પહેલા જ મેટર્નિટી લીવ લઈ ચૂકી હોય અને જો તે મૃત બાળકને જન્મ આપે તો તેને સ્પેશિયલ મેટર્નિટી લીવ મળશે. સ્પેશિયલ મેટર્નિટી લીવનો લાભ કેન્દ્ર સરકારની ફક્ત એવી મહિલાઓ લઈ શકશે જેના બે કરતાં ઓછા બાળક છે અને જેની ડિલીવરી અધિકૃત હોસ્પિટલમાં થઈ હોય એટલે કે એવી હોસ્પિટલ જે કેન્દ્ર સરકારની સ્વાથ્ય યોજનામાં સામેલ હોય. આ સિવાયની જો કોઈ ખાનગી હોસ્પિટલમાં ડિલીવરી થાય તો ઈમરજન્સી સર્ટિફિકેટ આપવું જરૂરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.