લઠ્ઠાકાંડને લઈને ગૃહવિભાગનો સપાટો: DySP, ઇન્સ્પેક્ટર સહિત 6 અધિકારીઓ સસ્પેન્ડ; બે SPની બદલી

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Gandhinagar: રાજ્યભરમાં ખળભળાટ મચાવનાર લઠ્ઠાકાંડમાં બાદ વિરોધનો સામનો કરી રહેલી ગુજરાત સરકાર સફાળી જાગી છે. રાજ્યના ગૃહ વિભાગે બોટાદ અને અમદવાદ ગ્રામ્ય વિસ્તારના પોલીસ અધિકારીઓ પર કડક કાર્યવાહી કરી છે. ગૃહ વિભાગે બોટાદના SP કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્યના SP વિરેન્દ્રસિંહ યાદવની બદલીના આદેશ કર્યા છે. જ્યારે બોટાદ અને ધોળકાના DySPને સસ્પેન્ડ કરાયા છે. સાથે જ ધંધુકાના PIને પણ સસ્પેન્ડ કરાયા છે. કુલ 6 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સસ્પેંડ કરવામાં આવેલા અધિકારીઓમાં પી.એસ.આઈ. ભગીરથસિંહ ગંભીરસિંહ વાળા, પી.એસ.આઈ. શૈલેન્દ્રસિંહ દિલુભા રાણા, પોલીસ કર્મી સુરેશકુમાર ભગવાનભાઈ ચૌધરી, પીઆઇ કે.પી. જાડેજા, એસ. કે. ત્રિવેદી (એસડીપીઓ બોટાદ), એન.વી. પટેલ (એસડીપીઓ ધોળકા)નો સમાવેશ થાય છે. જ્યારે બોટાદ એસપી કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્રસિંહ યાદવની બદલી કરવામાં આવી છે.
બોટાદ-અમદાવાદ જીલ્લામાં થયેલા લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 57 લોકોના મોત થયા છે. હજુ 97 લોકો સારવાર હેઠળ છે. આ ઘટનામાં સંડોવાયેલા 15 આરોપીઓને 2 દિવસમાં પકડી પાડવામાં આવ્યા છે. આરોપીઓ વિરુધ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. આ માટે સરકારે સ્પેશીયલ પબ્લિક પ્રોસીકયુટરની નિમંણૂક કરી છે. બરવાળા કેમિકલ કાંડના મુખ્ય આરોપી ગજુબેન વડોદરિયા અને પિન્ટુ ગોરહવાને બરવાળા કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે બંને આરોપીના 10 દિવસના રિમાંડની માગણી કરી હતી જેકે કોર્ટે 6 દિવસના રિમાંડ મંજૂર થયા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.