પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ચીનની ધરા પણ ધ્રૂજી
નવી દિલ્હી: મંગળવારે રાતે ૧૦.૧૫ કલાકે જમ્મુ-કાશ્મીર, દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ઘણાં સ્થળે ધરતીકંપના આંચકા અનુભવાતાં હજારો લોકો ઘરની બહાર નીકળી ગયા હતાં. ભૂકંપની તીવ્રતા ૬.૬ની હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનના હિંદુકુશ ક્ષેત્રમાં ૧૫૫ કિલોમીટર ઊંડે આવેલું જણાઈ રહ્યું હતું. હરિયાણા, પંજાબ રાજસ્થાન ઉપરાંત અફઘાનિસ્તાન, પાકિસ્તાન, કજાકિસ્તાન
અને ચીનમાં પણ આંચકા અનુભવાયાં હતાં. ભૂકંપથી જાનમાલના નુકસાન અંગે અહેવાલ મળ્યા નથી. ભૂકંપ બાદ જમ્મુના કેટલાક વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક ખોરવાયું હતું. (એજન્સી)ઉ