શુક્રવારે વહેલી સવારે આર્જેન્ટિનામાં 6.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આર્જેન્ટિનાના કાર્ડોબાથી 517 કિમી ઉત્તરે ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ આર્જેન્ટીનાના સેન્ટિયાગો ડેલ એસ્ટેરો પ્રાંતના મોન્ટે ક્વેમાડોથી 104 કિમી દૂર હતો.
યુરોપીયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) અનુસાર ભૂકંપ 600 કિલોમીટર (372.82 માઇલ) ની ઊંડાઇએ આવ્યો હતો. યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર, પેરાગ્વે અને આર્જેન્ટિનામાં આંચકા અનુભવાયા હતા. હજુ સુધી નુકસાનના કોઈ અહેવાલ નથી. જોકે, ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી સુરક્ષિત સ્થળો તરફ ભાગ્યા હતા.
આ પહેલા 16 જાન્યુઆરીએ ઈન્ડોનેશિયાના સુમાત્રા દ્વીપના કિનારે જોરદાર ભૂકંપ આવ્યો હતો. સવારે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 માપવામાં આવી હતી. આ પહેલા પણ ઈન્ડોનેશિયામાં 21 નવેમ્બર 2022ના રોજ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 5.4ની તીવ્રતાના ભૂકંપના કારણે 56 લોકોના મોત થયા હતા, જ્યારે 300 થી વધુ ઘાયલ થયા હતા.
આર્જેન્ટિનામાં ભૂકંપના આંચકા
RELATED ARTICLES