5G સેવાઓ: જાણો ભારતી એરટેલના ચેરમેન સુનિલ ભારતી મિત્તલ, મોદી સરકારની પ્રશંસા શા માટે કરે છે…

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

5G સ્પેક્ટ્રમની હરાજીમાં સ્પેક્ટ્રમ મેળવનારી ટેલિકોમ કંપનીઓએ સ્પેક્ટ્રમ ફાળવણી માટે પ્રથમ હપ્તો ચૂકવતાની સાથે જ, DoT એ આ કંપનીઓને ફાળવણી પત્ર જારી કર્યો છે. સરકારના આ પગલા પછી, ભારતી એરટેલના ચેરમેન સુનીલ ભારતી મિત્તલે ‘Ease of doing business’ બદલ મોદી સરકારની પ્રશંસા કરી છે.
સુનિલ ભારતી મિત્તલે કહ્યું કે કોઈ ઝંઝટ નથી, કોઈ ફોલોઅપ નથી, કોરિડોરની દોડભાગ કરવાની જરૂર નથી અને સરકાર તરફથી કોઈ ઊંચા દાવાઓ નથી. DoT (ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ) સાથેના મારા 30 વર્ષથી વધુના અનુભવમાં આ પ્રથમ વખત છે. ધંધો આવો હોવો જોઈએ. સુનિલ ભારતી મિત્તલે જણાવ્યું હતું કે સરકારને ચૂકવણી કર્યાના થોડા કલાકોમાં એરટેલને સ્પેક્ટ્રમ ફાળવવામાં આવ્યું છે. સ્પેક્ટ્રમની સાથે ઈ-બેન્ડની પણ ફાળવણી કરવામાં આવી છે.
સુનિલ ભારતી મિત્તલે સરકારની પ્રશંસા કરતા કહ્યું કે ટોચનું નેતૃત્વ કામમાં વ્યસ્ત છે. આ એક અદ્ભુત પરિવર્તન છે. આ એક એવું પરિવર્તન છે જે રાષ્ટ્રને બદલી શકે છે અને તેને વિકસિત રાષ્ટ્ર બનવાની શક્તિ આપી શકે છે.
ટેલિકોમ કંપનીઓએ 5G સ્પેક્ટ્રમ માટે રૂ. 17,873 કરોડ ચૂકવ્યા છે. જેમાં ભારતી એરટેલે 5 વર્ષ માટે એડવાન્સ તરીકે 8312.4 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આગામી ચાર વર્ષ માટે, ભારતી એરટેલને હવે સ્પેક્ટ્રમના ખાતામાં સરકારને કોઈ ચુકવણી કરવાની જરૂર નથી. એવું માનવામાં આવે છે કે ભારતી એરટેલ આ મહિને 5G મોબાઇલ સેવાઓ શરૂ કરી શકે છે. ભારતી એરટેલે વિવિધ બેન્ડમાં 19,867 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમ હસ્તગત કર્યું છે જેના માટે કંપનીએ રૂ. 43,084 કરોડ ચૂકવ્યા છે.

1 thought on “5G સેવાઓ: જાણો ભારતી એરટેલના ચેરમેન સુનિલ ભારતી મિત્તલ, મોદી સરકારની પ્રશંસા શા માટે કરે છે…

  1. In Finance there is a way to calculate additional costs that can occur due to delays in execution. It is call ‘Time Value of Money’. Private business is keenly aware of this; bureaucracy is blissfully oblivious to it. Mittal being in the private sector understandably, and rightly appreciates this fact and hence has lauded the PM’s expediency. PM Modi having understood the importance and implications of information technology knows that the state-of-the-art telephony plays a pivotal part. It keeps costs under check, catches Late Lateefs, catches corruption, and nails the bureaucrats who just keep their seats warm and cost the national exchequer dearly. I would even suggest to PM to disband BSNL. You will NEVER be able to instill due dispatch in bureaucrats. The money spent on BSNL is, in accounting parlance, is ‘sunk cost’. It should not influence your future actions. Cut this endeavor that has been bleeding national treasury and has nothing to show for it but customers’ grief.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.