મુંબઈ મહાનગરપાલિકાના મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા અને લગભગ 12,700 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા કોસ્ટલ રોડનું 58 ટકા જેટલું કામ પૂરું થઈ ચૂક્યું છે. મરીન ડ્રાઈવથી વરલી સુધીના 10.58 કિલોમીટરના પહેલા તબક્કાનું કામ ચાલી રહ્યું છે. પાલિકા પ્રશાસને આ અંગે જણાવ્યું હતું કે કોસ્ટલ રોડનું કામ આવતા વર્ષે એટલે કે 2023ના નવેમ્બર મહિના સુધીમાં પૂરું થઈ જશે.
જુઓ કોસ્ટલ રોડની એક્સક્લુઝિવ તસવીરો
નેપિયન્સી રોડના પ્રિયદર્શની પાર્કથી ગિરગામ ચોપાટી સુધી બની રહેલા 2.5 કિમી લાંબી અંડગ્રાઉન્ડ ટનલના કામની તસવીર પણ પાલિકા પ્રશાસને જાહેર કરી છે.