56 વર્ષીય બોલિવૂડ એક્ટર તથા સુપરમોડલ મિલિંદ સોમન પત્ની અંકિતા કંવર સાથે ઇજિપ્તમાં વેકેશન મનાવી રહ્યો છે. મિલિંદે અંડર વૉટર રોમાન્સનો એક વીડિયો શૅર કર્યો હતો.
View this post on Instagram
મિલિંદ સોમન તથા અંકિતા કંવરની વેકેશનની તસવીરો સો.મીડિયામાં ઘણી જ વાઇરલ થઈ છે. બંનેએ સ્કૂબા ડાઇવિંગ કર્યું હતું, જેમાં તેમણે પાણીની અંદર 100 ફૂટ નીચે હાથથી દિલ બનાવ્યું હતું. આ વીડિયો શૅર કરીને મિલિંદે કહ્યું હતું, ‘એક સાથે વધુમાં વધુ એક્સપ્લોર કરો..’
56 વર્ષના મિલિંદે 2018માં 26 વર્ષ નાની અંકિતા સાથે લગ્ન કર્યાં હતાં અને તે પત્ની સાથે ક્વાલિટી ટાઈમ પસાર કરતો જોવા મળે છે.