ગુજરાતનાં જળાશયોમાં ૫૬.૫૪ ટકા જળસંગ્રહ: સરદાર સરોવરમાં ૫૫.૨૬ ટકા જળસંગ્રહ

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્ત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૨૦મી જુલાઈ-૨૦૨૨ સુધીમાં ૫૬.૫૪ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૧,૮૪,૬૧૯ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૫.૨૬ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલા અહેવાલો મુજબ રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૩,૧૯,૮૩૯ એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના ૫૭.૩૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.રાજ્યમાં ૩૦ જળાશયોમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે ૪૩ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકાની વચ્ચે, ૨૯ જળાશયો (સરદાર સરોવર સહિત) માં ૫૦ ટકાથી ૭૦ ટકાની વચ્ચે, ૪૯ જળાશયોમાં ૨૫ ટકા થી ૫૦ ટકાની વચ્ચે, ૫૫ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. આ જળાશયોમાં ઉત્તર ગુજરાતનાં ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતનાં ૧૭ જળાશયો, દક્ષિણ ગુજરાતનાં ૧૩ જળાશયો, કચ્છનાં ૨૦ જળાશયો અને સૌરાષ્ટ્રનાં ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ૩૦ જળાશયો ૧૦૦ ટકાથી વધુ, જ્યારે ૧૯ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. ૧૧ જળાશયો ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતાં એલર્ટ પર તથા ૧૨ જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા ભરાતાં સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.