સેન્સેક્સમાં ૫૪૨ પોઈન્ટ્નો ધબડકોે; નિફ્ટી ૧૭,૬૦૦ની નીચે

29

રિલાયન્સ, બજાજ અને આઇસીઆઇસીઆઇમાં તીવ્ર વેચવાલી, અદાણી એન્ટરપ્રાઈઝિસમાં ૫ાંચ ટકાનો કડાકો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: વિશ્ર્વબજારના નબળા સંકેતને પગલે રિલાયન્સ, બજાજ ફિનસર્વ અને આઇસીઆઇસીઆઇ બેન્ક જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં તીવ્ર વેચવાલીને પગલે સેન્સેક્સમાં ૫૪૨ પોઈન્ટ્નો ધબડકોે નોંધાયો હતો. જ્યારે, નિફ્ટી ૧૭,૬૦૦ પોઇન્ટની નીચે સરક્યો હતો. એનએસઇ દ્વારા ફરી એએસએમની ફ્રેમ વર્ક હેઠળ આવનાર અદાણી એન્ટરપ્રાઈઝિસમાં ૫ાંચ ટકાનો કડાકો નોંધાયો હતો.
દિવસ દરમિયાન સેન્સેક્સ ઉપરમાં ૬૦,૪૬૭.૦૯ અને નીચામાં ૫૯,૭૫૦.૫૩ પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ ૫૪૧.૮૧ પોઈન્ટ્સ અથવા ૦.૯૦ ટકા ઘટીને ૫૯,૮૦૬.૨૮ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં ૧૭,૭૬૬.૫૦ અને નીચામાં ૧૭,૬૦૨.૨૫ પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ ૧૬૪.૮૦ પોઈન્ટ્સ અથવા ૦.૯૩ ટકાના ઘટાડા સાથે ૧૭,૫૮૯.૬૦ પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.
સ્થાનિક શેરબજારમાં ઓટો, ક્ધઝ્યૂમર ડ્યુરેબલ્સ, આઈટી, ટેકનો, એફએમસીજી, રિયલ્ટી, બેન્ક અને ફાઈનાન્શિયલ શેરોમાં ધૂમ વેચવાલીથી બીએસઈ સેન્સેક્સ ૫૪૨ પોઈન્ટ્સ ઘટીને બંધ રહ્યો હતો. જ્યારે એનએસઈ નિફ્ટી-૫૦ પણ ૧૭,૬૦૦ની નીચે બંધ રહ્યો હતો.
અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં ૫ ટકા સુધીનો જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં ૩ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
રિલાયન્સે પચાસ વર્ષ જુના ઠંડા પીણાં કેમ્પા કોલાને આધુનિક સ્વરૂપમાં લાવી રહી છે, રિલાયન્સ રિટેલે જાન્યુઆરીમાં ગુજરાતની સોસ્યોની ઉત્પાદક હજૂરી બીવરેજીસમા પચાસ ટકા હિસ્સો મેળવ્યો હતો. જીઓએ અમેરિકાની મીમોસા નેટવર્ક ૬૦ મિલિયન ડોલરમાં હસતગત કરી છે. પ્રાઇમસ સિનિયર લિવિંગ વિસ્તરણ યોજના અંતર્ગત મુંબઇ બજારમાં પ્રવેશ કર્યો છે. કંપની બેંગલોર, ચેન્નઇ અને પૂણેમાં ૭૦૦થી વધુ યુનિટ ધરાવે છે. કંપનીએ સિનિયર લિવિંગ રેસિડેન્ટની ક્ષમતામાં ૨૦૦૦ યુનિટ વધારવાની યોજના બનાવી છે. આ ઉપરાંત ભારતના તમામ મેટ્રો શહેરોમાં વિસ્તરણ હાથ ધરાશે. સ્વાન ગ્રુપની સબ્સિડરીએ તૂર્કીની કંપની બોચાસને ફ્લોટિંગ સ્ટોરેજ રિગેસિફિકેશન વેસલ લીઝ પર આપવાના કરાર કર્યા છે.
કેપિટલ ગૂડ્ઝ અને મેટલ શેરોને બાદ કરતાં બીએસઈના તમામ સેક્ટોરલ ઈન્ડાઇસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૫૫ ટકા અને ૦.૨૦ ટકા ઘટીને બંધ રહ્યા હતા.
પેકમાં આજે એક માત્ર ટાટા સ્ટીલના શેરોમાં સૌથી વધુ ૧.૫૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રો, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ, એનટીપીસી અને નેસ્લે ઈન્ડિયાનો સમાવેશ થાય છે. સેન્સેક્સ પેકમાં આજે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરોમાં સૌથી વધુ ૩.૩૧ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
આ ઉપરાંત રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં રિલાયન્સ, બજાજ ફિનસર્વ, આઈસીઆઈસીઆઈ બેન્ક, મારુતિ, ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા અને ટીસીએસનો સમાવેશ થાય છે. નિફ્ટીમાં આજે મુખ્ય શેરોમાં સૌથી વધુ ટાટા સ્ટીલના શેરમાં ૧.૬૦ ટકાનો ઉછાળો નોંધાયો હતો.
આજે ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં લાર્સન એન્ડ ટુબ્રો, અપોલો હોસ્પિટલ, ભારતી એરટેલ અને સિપ્લાનો સમાવેશ થાય છે. બીજી તરફ નિફ્ટીમાં આજે સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝિસના શેરમાં ૪.૮૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એસબીઆઈ લાઈફ, રિલાયન્સ અને અદાણી પોર્ટ્સનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!