Homeદેશ વિદેશકોલ્હાપુરના પંચ મહાભૂત મહામંગલ ઉજવણીમાં 50થી વધુ ગાયોના મોતથી મચ્યો હડકંપ

કોલ્હાપુરના પંચ મહાભૂત મહામંગલ ઉજવણીમાં 50થી વધુ ગાયોના મોતથી મચ્યો હડકંપ

કોલ્હાપુર જિલ્લાના કનેરી મઠ ખાતે છેલ્લા ચાર દિવસથી પંચ મહાભૂત મહામંગલ સમારોહ ચાલી રહ્યો છે. આ ઉજવણી દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલી ગોશાળામાં ગાયોને કાર્યક્રમનો વાસી ખોરાક ખવડાવવાથી 50થી વધુ ગાયોના મોત થયા છે, એમ બિનસત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.  અહીં હજારો ગાયોની ગોશાળા છે. ગાયોના મૃત્યુના સમાચારથી કનેરી મઠમાં ખળભળાટ મચી ગયો છે. કનેરી મઠ ખાતે હાલમાં પંચમહાભૂત મહામંગલ સમારોહ ચાલી રહ્યો છે. આ સમારોહ દરમિયાન 54 જેટલી ગાયોના મોત થયા છે. તો 30 ગાયોની હાલત ગંભીર છે. એક વેબપોર્ટલના જણાવ્ચા અનુસાર  મહાભૂત લોકોત્સવ પ્રદર્શન નિહાળવા આવતા નાગરિકોને આપવામાં આવતો ખોરાક મોટા પ્રમાણમાં બાકી રહેતો હોવાથી વાસી ખોરાક ગાયોને ખવડાવવામાં આવી રહ્યો છે. જેના કારણે ગાયોના મોત થયા હોવાનું કહેવાય છે. ગંભીર ગાયોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આશ્રમ પર દેશી ગાયોની મોટી ગોશાળા આવેલી છે. ગોશાળામાં હજારો ગાયો છે. આશ્રમ પ્રશાસન તેને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. નોંધનીય છે કે કોલ્હાપુરના કનેરી મઠમાં ચાલી રહેલા આ પંચમહાભૂત લોકોત્સવ માટે લાખો કરોડોનું ભંડોળ ખર્ચવામાં આવ્યું છે. તેનું ઉદ્ઘાટન મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા કરવામાં આવ્યું હતું અને ઘણા નેતાઓ અને રાજ્યપાલો હાલમાં આ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. પર્યાવરણ અને પ્રાણીઓનું મહત્વ દર્શાવવા માટે અહીં એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને વિવિધ ખાણીપીણીના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ ધારણા કરતા ઓછા નાગરિકોએ આ પ્રદર્શનમાં આવી રહ્યા છે. લોકોએ આ સમારોહ તરફથી મોં ફેરવી લેતા દરરોજ હજારો કિલો ખોરાકનો બગાડ થઈ રહ્યો છે. આ બધો ખોરાક અહીં પશુઓને ખવડાવવામાં આવી રહ્યો છે. દરરોજ હજારો લાખો રૂપિયાના ખાદ્યપદાર્થોનો વેડફાટ થતો જોવા મળે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular