પક્ષીની આડેધડ વધી રહેલી સંખ્યા અંકુશમાં રાખવા પુણે મહાનગરપાલિકાનું પગલું
પુણે: શહેરમાં કબૂતરની સંખ્યામાં આડેધડ થઈ રહેલા વધારા પર લગામ બાંધવા પુણે મહાનગરપાલિકાએ એક વ્યક્તિને ૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ફૂટપાથ, જાહેર સ્થળો તેમજ નદી કાંઠાના વિસ્તારમાં
કબૂતરને ચણ નાખનાર વ્યક્તિને ૫૦૦ રૂપિયાનો દંડ કરવાનું પુણે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શરૂ કર્યું છે. શ્વાસ લેવામાં થતી સમસ્યા જેવા આરોગ્ય સામેના જોખમ નિર્માણ થતા હોવાથી મહાનગરપાલિકા શહેરમાં કબૂતરોની સંખ્યામાં આડેધડ થઈ રહેલા વધારાને અંકુશમાં લેવા માગે છે.
ગુરુવારે સવારે પુણેના કલ્યાણી નગરની મેરીગોલ્ડ સોસાયટીના રહેવાસીએ કબૂતરની હાજરી માટેના જાણીતા સ્થળ સેન્ટ્રલ એવેન્યુ પહોંચી ચણ નાખ્યું હોવાથી ૫૦૦ રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો. ડિવિઝનલ સેનિટરી ઇન્સ્પેક્ટર મુકુંદ ઘામના કહેવા અનુસાર હાલ એક જ રહેવાસીને ૫૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો અને બીજા ૧૦ જણાને પરિસ્થિતિ સમજાવી જવા દેવામાં આવ્યા હતા. આરોગ્ય અધિકારી ડો. કલ્પના બલિવંતના કહેવા અનુસાર કબૂતરની વસતી આડેધડ વધી રહી છે અને આ પક્ષીની ચરક ઇન્ફેક્શન ફેલાવી શકે છે. મહારાષ્ટ્રમાં થાણે અને પનવેલ પાલિકાઓએ પણ કબૂતરને ચણ નાખતા લોકોને દંડ કરવાનો નિર્ણય લીધો છે. આ મહિનાના પ્રારંભમાં થાણે મહાનગરપાલિકાએ હોર્ડિંગ્સ મૂકી રહેવાસીઓને કબૂતરને ચણ નાખવા સામે ચેતવ્યા હતા. એ જ પ્રમાણે પનવેલ મહાનગરપાલિકાએ પણ ચેતવણીનો સૂર ઉચ્ચારતા પત્રકો જારી કર્યા હતા. ઉ
કબૂતરને ચણ નાખવા બદલ ૫૦૦ રૂપિયાનો દંડ
RELATED ARTICLES