તમે ફરસાણવાળાની દુકાને કે માર્કેટમાં કચોરી, સમોસા લેવા જશો તો તમને ઓછામાં ઓછા 10 થી 15 રૂપિયામાંસમોસા, કચોરી મળી જશે. કોઇ મોટી અને સારી દુકાનોમાં લેવા જશો તો તમારે 25 રૂપિયા પણચૂકવવા પડી શકે છે, પરંતુ જો કોઇ તમને કહે કે સમોસા, કચોરી 50 પૈસામાં તો તમે શું કહેશો? તમે તો એમ જ કહેશઓ આ ખોટી વાત છે. બકવાસ છે વગેરે વગેરે… પણ અમે તમને એક બિલ બતાવી રહ્યા છીએ, જેમાં સમોસાનો ભાવ માત્ર 50 પૈસા છે.
આપણે હંમેશા આપણા વડીલો પાસેથી સાંભળીએ છીએ કે તેમનો સમય કેવો હતો, તેમનો સમય કેટલો સસ્તો હતો. તેમના જૂના સમયને યાદ કરાવતું બિલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે . તેના પર ઘણી કોમેન્ટ્સ આવી રહી છે અને ચર્ચા ચાલી રહી છે. અત્યારે તમને કચોરી, સમોસા 10 થી 15 રૂપિયામાં મળે છે. સારી દુકાનોમાં આ દર 25 રૂપિયાથી ઓછો નથી. મીઠાઈ 450 થી 600 રૂપિયા પ્રતિ કિલો મળે છે. પરંતુ જો તમે કચોરી, સમોસા 50 પૈસા અને મીઠાઈનું 10 રૂપિયા પ્રતિ કિલોનું બિલ જોશો તો તમને પણ આશ્ચર્ય થશે.
લગભગ 40 વર્ષ પહેલાની આ વાત છે. તે સમયે એક સમોસા માત્ર 50 પૈસામાં મળતા હતા. મીઠાઈ 10 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી હતી. 1980 નું સ્વીટ બિલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ બિલ જોઈને તમે પણ ચોંકી જશો. તમને ખ્યાલ આવશે કે છેલ્લા 40 વર્ષમાં મોંઘવારી ખૂબ જ વધી ગઇ છે.
1980ના દાયકામાં મીઠાઈ અને નાસ્તો ખૂબ સસ્તો હતો. લોકો વિશ્વાસ નથી કરી શકતા કે 2023માં એક સમોસાની કિંમત આજે 10-25 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ તે 50 પૈસામાં મળતા હતા. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા મેનુ કાર્ડમાં મીઠાઈની કિંમત જોઈને તમને આશ્ચર્ય થશે. આ વાયરલ મેનુ કાર્ડમાં સમોસા, કચોરીની કિંમત માત્ર 50 પૈસા છે. એટલું જ નહીં લાડુ, રસગુલ્લા, કાલા જામુન, રસમલાઈ જેવી મીઠાઈઓ 10 થી 15 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી હતી.
આ કાર્ડમાં લગભગ તમામ મીઠાઈઓ 20 રૂપિયાથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ છે. સમોસા અને કચોરી 1 રૂપિયામાં 2 આવી રહી છે. એટલે કે 1 રૂપિયામાં નાસ્તો પૂરો કરી શકાય છે. કાળી જામુન – 14 રૂપિયા પ્રતિ કિલો. આજે એક રસમલાઈની કિંમત 40 રૂપિયા છે, જેની કિંમત પહેલા 1 રૂપિયા હતી.
સોશિયલ મીડિયા પર આ બિલ જોઈને વડીલો તેમના સમયને યાદ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટમાં કહ્યું કે, 1980માં તેમનો પગાર રૂ. 1000 હતો. આજે 1 લાખ રૂ. અન્ય એક યુઝરે લખ્યું- સોશિયલ મીડિયા પર આ મેનૂ જોઈને હું ખૂબ જ ભાવુક થઈ ગયો છું. જમાનો કેટલો બદલાયો હોય એવું લાગે છે.