Homeઆમચી મુંબઈમુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર કાર ટ્રક સાથે અથડાતાં પાંચ લોકોના મોત

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર કાર ટ્રક સાથે અથડાતાં પાંચ લોકોના મોત

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર શુક્રવારે સવારે એક કારે અન્ય વાહનને ટક્કર મારતાં થયેલા અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થયાં હતાં જ્યારે ત્રણ અન્ય ઘાયલ થયા હતા. આ અકસ્માત ખાપોલી વિસ્તાર પાસે થયો હતો. પ્રાથમિક અહેવાલો અનુસાર પાંચમાંથી ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે તમામ મૃતકો પુરુષો હતા, જ્યારે ચાર ઘાયલોમાં એક મહિલા છે.
આ ઘટના સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ બની હતી.
આ અકસ્માત બાદ બચાવ એજન્સીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને કામોથેની એમજીએમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.
અહેવાલો અનુસાર નવ મુસાફરો સાથે એક ઝડપી કાર એક કન્ટેનર વાહન સાથે અથડાઈ હતી. પોલીસે કાર ચાલક સામે ખોપોલી પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક અહેવાલો સૂચવે છે કે અકસ્માત કારના ચાલકની બેદરકારીના કારણે થયો હતો. કારના ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર ટ્રક સાથે અથડાઈ હતી.
વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

RELATED ARTICLES

Most Popular