જમ્મુ અને કાશ્મીરના કઠુઆના પરોલ ગામમાં એક પેસેન્જર વાહન ઊંડી ખીણમાં પડતાં પાંચ લોકોનાં મોત થયાં હતા અને 15 અન્ય ઘાયલ થયા હતા. કથુઆ પોલીસે આ અંગે માહિતી આપી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જે કાર તેમને પરોલ લઈ જઈ રહી હતી તે સિલા નજીક ઊંડી ખીણમાં પડી ગઈ હતી. સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે.
આ અકસ્માતમાં શરૂઆતમાં ચાર લોકોના મોત થયા હતા અને પાંચમા વ્યક્તિનું પાછળથી ઈજાઓ થવાને કારણે મોત થયું હતું. ઘાયલોને બહાર કાઢી સારવાર માટે બિલ્લાવરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં તમામ મૃતકોની ઓળખ થઈ ગઈ છે. તેમની ઓળખ બંતુ, હંસ રાજ, અજીત સિંહ, અમરૂ અને કાકુ રામ તરીકે થઈ છે.
ભારતમાં, માર્ગ અકસ્માતોની નોંધ ઓછી લેવામાં આવે છે. પહાડી વિસ્તારોમાં બનતી ઘટનાઓમાં ભૂસ્ખલન, ઢોળાવને કારણે વાહનનું પહાડ પરથી નીચે સરકવું કે ખીણમાં પડવું અને અન્ય પરિબળોને કારણે અકસ્માત થવાની શક્યતાઓ ઘણી વધારે હોય છે.
જમ્મુ અને કાશ્મીરમાં વધતા માર્ગ અકસ્માતોને ધ્યાનમાં રાખીને, 23 સપ્ટેમ્બર, 2022 ના રોજ, પરિવહન મંત્રાલયની એક વિશેષ ટીમે રાજ્યની મુલાકાત લીધી હતી. આ ટીમે રાજ્ય સરકાર દ્વારા માર્ગ સલામતી માટે કરવામાં આવી રહેલી કામગીરી વિશે પૂછપરછ કરી હતી અને માર્ગ અકસ્માતો અટકાવવા યોજના બનાવવા જણાવ્યું હતું.
જમ્મુ અને કાશ્મીરના કથુઆમાં દુ:ખદ માર્ગ અકસ્માતમાં પાંચના મોત, 15 ઘાયલ
RELATED ARTICLES