ધ્રાંગધ્રામાં તળાવડીમાં ન્હાવા પડેલા 5 બાળકોનાં ડૂબી જતા મોત

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં એક મોટી દુર્ઘટનામાં મેથાણ ગામ નજીક આવેલી તળાવડીમાં ડૂબી જતા પાંચ બાળકના મૃત્યુ થયા છે. સ્થાનિક લોકોએ સમગ્ર ઘટનાને જાણ પોલીસ તેમજ ફાયર વિભાગને કરી હતી. જેના પગલે પોલીસ તેમજ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તરવૈયાની ટીમની મદદથી મૃતદેહોને તળાવડીમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. એક પછી એક એમ પાંચેય બાળકો લાશ બહાર કાઢવામાં આવી હતી. એક સાથે પાંચ બાળકોના મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

તળાવમાં નહાવા પડેલા બાળકો જોવા ન મળતા એક બાળકના પિતાએ તેમની શોધખોળ આદરી હતી. તેવામાં એક બાળકીની લાશ તરતી જોવા મળી હતી. તેમની બુમાબુમથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગે તરવૈયાઓની મદદથી એક પછી એક પાંચે બાળકોની લાશ બહાર કાઢી હતી. મૃતક બાળકોમાં ચાર છોકરી અને એક છોકરાનો સમાવેશ થાય છે. આ તમામ બાળકો આદિવાસી પરિવારના હતા. બાળકોના મૃત્યુ થવાથી પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.