ભારતમાં ન્યાયતંત્રમાં સૌને વિશ્વાસ છે, પરંતુ વારંવાર મુદતોને કારણે લોકોની આખી જિંદગી નીકળી જાય છે. માન્યામાં આવી વાત નથી, પરંતુ મહારાષ્ટ્ર એકલામાં 49,82,911 જેટલા કેસ પેન્ડિંગ છે, જ્યારે મહારાષ્ટ્રના
બે જિલ્લા પાલઘર અને થાણેની વાત કરીએ તો વિવિધ કોર્ટમાં કુલ મળીને 4.09 લાખ કેસ પેન્ડિંગ હોવાનું એક અહેવાલમાં જણાવ્યું હતું.
નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડના એક અહેવાલ અનુસાર મહારાષ્ટ્રની વિવિધ કોર્ટમાં ડિસેમ્બર, 2022 સુધીમાં કુલ 49,82,911 કેસ પેન્ડિંગ છે, જેમાંથી એકલા પાલઘર અને થાણેના 4.09 લાખ કેસ છે. થાણેમાં વિવિધ પેન્ડિંગ કેસમાંથી 3.03 લાખ ક્રાઈમ અને 1.06 લાખ અન્ય કેસ સંબંધિત છે. થાણેની વિગતવાર વાત કરીએ તો કુલ 1.02 લાખ કેસમાં પાંચથી દસ વર્ષની ઉંમરના, ત્રણથી પાંચ વર્ષના 87,226 કેસ, એકથી ત્રણ વર્ષના 85,226 કેસ, 73,113 ઝીરોથી એક વર્ષ સુધીના, દસથી 20 વર્ષ અને 20થી 30 વર્ષની ઉંમરના 10,742 કેસ પેન્ડિંગ છે. અહેવાલમાં જણાવ્યા મુજબ રાજ્યની કોર્ટમાં પેન્ડિંગ કુલ કેસ 49,82,911 છે. આ કેસમાંથી સૌથી વધારે ફોજદારી અને 33.15 લાખ અને 15.67 લાખ પેન્ડિંગ કેસ દીવાની કોર્ટમાં છે, તેમાંય વળી સૌથી વધુ પેન્ડિંગ કેસ એકથી ત્રણ વર્ષના છે.
તારીખ પે તારીખઃ મહારાષ્ટ્રની કોર્ટમાં આટલા લાખ કેસ પેન્ડિંગ
RELATED ARTICLES