14 વર્ષના ભત્રીજાના પ્રેમમાં પડી 44 વર્ષની કાકી, બંને વચ્ચે ચાલી રહેલા અફેરની કાકાને ખબર પડી ત્યારે…

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

બિહારના પૂર્ણિયામાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર 44 વર્ષની પરીણિત મહિલાનું અફેર તેના 14 વર્ષના ભત્રીજા સાથે ચાલતુ હતું. ગ્રામજનોને આ બાબતની જાણ થતાં તેમણે પંજાબમાં નોકરી કરી રહેલા મહિલાના પતિને કરી હતી. તે જાણ કર્યા વગર ગામમાં આવ્યો અને બંનેને રંગેહાથ પકડી પાડ્યા હતાં. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સગીર છોકરાના પિતાને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.
ગામના લોકો બંને પર નજર રાખી રહ્યા હતા. દરમિયાન મહિલા અને ભત્રીજો બંને રૂમમાં એકલા હતા.ગ્રામજનોએ બંનેને કઢંગી હાલતમાં પકડી લીધા હતા. ત્યારબાદ ગ્રામજનોનું ટોળું એકત્ર થઈ ગયું હતું.ગામના લોકો લગ્ન માટે દબાણ કરવા લાગ્યા. ગ્રામજનો સાથે મળીને પતિએ દબાણ કરી પત્નીના ભત્રીજા સાથે લગ્ન કરાવી દીધા. લાકડીઓ સાથે ગ્રામજનોને જોઈને છોકરો ડરી ગયો. ડરના માર્યા સગીર છોકરાએ કાકીના સેથામાં સિંદૂર ભરી દીધું. બીજી તરફ ગ્રામજનોના ડરથી છોકરાના માતા-પિતા પણ વિરોદ્ધ કરી શક્યા નહીં.
વીડિયો વાયરલ થયા બાદ પોલીસે મહિલાના પતિ અને ગ્રામવાસીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.