વેલેન્ટાઈન્સ-ડે એ વિશ્વભરમાં પ્રેમ દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે ઘણાં પ્રેમી યુગલ આ દિવસને યાદગાર બનાવવા માટે 14મી ફેબ્રુઆરીજ લગ્નગ્રંથિથી જોડતા હોય છે. ત્યારે આ વર્ષે પુણેમાં 44 જેટલા પ્રેમી યુગલ રજિસ્ટર મેરેજ અંતર્ગત લગ્ન ગ્રંથિથી જોડાયા હતા.
કુંડળી મેળવવી, કંકોત્રી છાપવી અને પછી લાખોના ખર્ચે લગ્ન કરવાની પ્રથા તો આપણે ત્યાં પહેલેથી ચાલતી આવી છે. પણ હવે નોંધણી કરી લગ્ન (રજિસ્ટર મેરેજ) કરવાના કિસ્સા પણ વધ્યા છે. રજિસ્ટર મેરેજમાં કોઈ જાત-ધર્મ જોવામાં આવતા નથી તેથી મોટા ભાગે પ્રેમી યુગલ રજિસ્ટર મેરેજે કરવામાં માને છે.
લગ્ન પ્રક્રિયા સરળ અને વધુ ખર્ચ પણ નહિ માટે રજિસ્ટર મેરેજનું ચલણ હવે વધવા લાગ્યું છે. એમાં જ્યારે મુહૂર્ત જોવાનો નથી હોતો ત્યારે પ્રેમીઓ વેલેન્ટાઈન્સ ને જ એક સારો મુહૂર્ત માની નગંગ્રંથીથી જોડતા હોય છે. ત્યારે પુણેમાં વેલેન્ટાઈન્સ-ડે ના પહેલા 40 જેટલા યુગલે પૂર્વ નોંધણી કરાવી હતી. અને વેલેન્ટાઈન્સના દિવસે વધુ 4 યુગલ લગ્નતગ્રંથી થી જોડાયા હતા. હાલમાં આ સંખ્યા ચર્ચાનો વિષય બની છે. દરવર્ષે વેલેન્ટાઈન્સ ડે ના દિવસે દેશભરમાંથી હજારો પ્રેમીઓ લગ્ન કર્યા હોય છે અને દિવસે દિવસે તેની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કારણકે વેલેન્ટાઈન્સ ડે એ દુનિયાભરમાં પ્રેમ દિવસ તરીકે ઉજવાય છે અને પ્રેમીઓ આ દિવસે લગ્ન કરી તેમની લગ્નતિથિ ને વધુ યાદગાર બનાવવા માંગે છે.
વાહ: વેલેન્ટાઈન્સ ડેએ મહારાષ્ટ્રનાં આ શહેરમાં ૪૪ પ્રેમી યુગલે માંડ્યા પ્રભુતામાં પગલાં
RELATED ARTICLES