મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં શુક્રવારે ગુરુવારની સરખામણીમાં ઘટાડો નોંધાયો હતો, છતાં સંકટના વાદળો ઘેરાયેલા છે. શુક્રવારે રાજ્યમાં 425 નવા કેસ નોંધાયા હતા. જેમાં મુંબઇમાં સૌથી વધુ એક્ટિવ પેશન્ટ હોવાની જાણકારી આરોગ્ય વિભાગના સૂત્રોમાંથી મળી હતી. રાહતની વાત એ છે કે શુક્રવારે રાજ્યમાં કોરોનાને કારણે એક પણ મૃત્યું નોંધાયું નહતું.
રાજ્યના આરોગ્ય વિભાગમાંથી મળતી માહીતી મુજબ શુક્રવારે 351 દર્દીઓ સાજા થતાં રાજ્યમાં કોરોનામાંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 79,92,580 પહોંચી હતી. ત્યારે મહારાષ્ટ્રનો રિકવરી રેટ 98.14 ટકાથી વધ્યો છે. મહારાષ્ટ્રમાં હાલમાં કોરોનાના 3090 સક્રીય દર્દીઓ છે. જેમાં મુંબઇમાં સૌથી વધુ 937 સક્રીય દર્દીઓ નોંધાયા છે. ત્યાર બાદ પૂણા જ્યાં સક્રીય દર્દીની સંખ્યા 726 છે. જ્યારે થાણેમાં 566 સક્રીય દર્દી છે.
ચિંતાની વાત એ છે કે દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થઇ રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં ત્રણ હજારથી વધુ દર્દી નોંધાયા હતાં. છેલ્લાં છ મહિનાની સરખામણીમાં આ સંખ્યા સૌથી વધુ છે. છેલ્લાં અઠવાડિયા સુધી દેશમાં રોજ એવરેજ 1500 જેટલાં દર્દીઓ કોરોના પોઝિટીવન દર્દીઓ નોંધાયા હતાં. કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયમાંથી મળતી માહિતી મુજબ છેલ્લાં 24 કલાકમાં 3,016 કેસ નોંધાયા હતાં. આ પહેલાં આવા આંકડા 2 ઓક્ટોબર 2022માં જોવા મળ્યા હતાં. આ સાથે 1396 દર્દીઓ કોરોના મૂક્ત થયા હતાં. હાલમાં સક્રીય દર્દીઓની સંખ્યા 15,208 પર પહોંચી છે. કોરોનાની વધતી સંખ્યા જોઇને આરોગ્ય વિભાગે લોકોને ભીડવાળા સ્થળોએ માસ્ક પહેરવાની અપીલ કરી છે. સોશિયલ ડિસ્ટસિંગ અને ગીર્દીવાળા સ્થળોએ જવાનું ટાળવાની અપીલ પણ કરવામાં આવી છે.