ઉડતા ગુજરાત બનાવવાના પ્રયાસો: માંગરોળના દરિયાકાંઠે ચરસના 40 પેકેટ તણાઈને આવ્યા, પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો

આપણું ગુજરાત

Junagadh: ગુજરાતમાં દરિયાઈ અને હવાઈ માર્ગે નશીલા પદાર્થો ઘુસાડવાના સતત પ્રયસો થઇ રહ્યા છે. અવારનવાર ગુજરાતના પોર્ટ અને એરપોર્ટ પર મોટા પ્રમાણમાં ડ્રગ્સ મળી આવવાના સમાચારો મળતા રહે છે. ત્યારે ગુજરાતમાં કચ્છ, જામનગર અને પોરબંદર બાદ હવે જૂનાગઢના માંગરોળના દરિયાકાંઠેથી શંકાસ્પદ નશીલા પદાર્થ ભરેલા પેકેટો મળી આવતા ચકચાર મચી છે. માંગરોળ દરીયા કિનારા પાસેથી એક શંકાસ્પદ પેકેટ તણાઈ આવ્યું હોવાની જાણ થયા બાદ જુનાગઢ SOG પોલીસ અને મરીન પોલીસે સર્ચ ઓપરેશ કરતા 40 જેટલા ચરસ ના પેકેટ મળી આવ્યા હતા જેની બજાર કિંમત 60 લાખ રૂપિયા થવા જાય છે.
મળતી માહિતી મુજબ પાકિસ્તાન દ્વારા દરિયાઈ માર્ગે ગુજરાતમાં ચરસ ઘુસાડવાનો પ્રયાસ થઇ રહ્યો હતો. માફિયાઓએ કોસ્ટગાર્ડ અથવા નેવીના ડરથી ચરસનો જથ્થો દરીયામાં ફેંકી દીધો હોવી જોઈએ. મંગવારે માંગરોળના દરીયા કિનારે એક શંકસ્પદ પેકેટ મળી આવતા પોલીસને જાણકરાઈ હતી. તપાસ કરતા પેકેટમાં ચરસ હોવાનું માલુમ પડ્યું હતું. ત્યાર બાદ દરિયા કિનારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ હતું. જુનાગઢ એસ.પી. એ ગીર સોમનાથ અને પોરબંદર પોલીસને જાણ કરી છે. ત્યારે હજું વધું ચરસના પેકેટ મળી આવવાની આશંકા છે. હાલ જુનાગઢ પોલીસે માંગરોળ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માંગરોળ દરીયા કિનારે જે નશીલા ચરસના પેકેટ મળી આવ્યાં તે ઇન્ટર નેશનલ કોફીની પ્લાસ્ટીક બેગોમાંથી મળી આવ્યા છે.
અગાઉ જામનગર અને દેવભૂમિ દ્વારકા SOG પોલીસે જામનગરના બેડીના દરિયાકાંઠે આવેલા વિસ્તારમાંથી બિલાલ અબ્દુલ દલ નામના શખ્સને રૂપિયા 6 લાખની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપી પડ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.