આ ચાર ચીજોને ચાણક્ય પણ માને છે અતિમહત્ત્વપૂર્ણ! તમે પણ લઈ લે જો નોંધ, થઈ જશે જીવનનો બેડો પાર 

ટૉપ ન્યૂઝ સ્પેશિયલ ફિચર્સ

ચાણક્ય નીતિમાં એક શ્લોકના માધ્યમથી ચાર ચીજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને સંસારમાં સર્વોપરિ માનવામાં આવે છે. નાન્નોદકસમં દાનં ન તિથિર્દ્વાદશી સમા, ન ગાયત્ર્યાઃ પરો મન્ત્રો ન માતુર્દ્રૈવતં પરમ્ં.
આ શ્લોકના માધ્યમથી ચાણક્યએ જણાવ્યું છે કે સંસારમાં અન્ન અને જળથી મોટું કોઈ દાન નથી. આ બંને વ્યક્તિની મૂળભૂત જરૂરિયાત છે. જો તમે જનકલ્યાણની મનશાથી બંને ચીજો દાન કરો છો તો તમે મહાદાન કરો છો એવું સમજવું.
પંચાગની બારમી તિથિને સંસ્કૃતમાં દ્વાદશી કહેવામાં આવે છે. આ તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવે છે. જો તમે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી લીધા તો જીવનમાં કોઈ કષ્ટ આવશે નહીં. વિષ્ણુ ભગવાન સંસારના પાલનહાર છે અને આ તિથિને અતિશુભ માનવામાં આવે છે.
જો તમને કોઈ મંત્રના જાપ કરવા છે તો ગાયત્રી મંત્ર શ્રેષ્ઠ છે. આ મંત્રથી અધિક શક્તિશાળી અને પ્રભાવશાળી કોઈ મંત્ર નથી. ગાયત્રી મંત્ર વ્યક્તિને ધન, શક્તિ, આયુ અને કિર્તિ પ્રદાન કરવામાં સક્ષમ છે.
આ ઉપરાંત ચાણક્યએ શ્લોકના માધ્યમથી જણાવ્યું છે કે આ સંસારમાં માતાથી મહત્ત્વપૂર્ણ કોઈ સંબંધ નથી. માતા તેના બાળકની ખુશી માટે પોતાનું સર્વસ્વ પ્રસન્નતાથી સોંપી દે છે. તેથી માને ઈશ્વર સમાન માનવામાં આવે છે. જો તમે માંની સેવા કરી અને તેમના આશીર્વાદ મેળવી લીધા તો તે ઈશ્વરના આશિષ મેળવ્યા સમાન છે એવું સમજવું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.