જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ અને અવંતીપોરામાં મંગળવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે . અનંતનાગના બિજબેહરામાં એક આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે અવંતીપોરામાં એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. એવું કહેવાય છે કે લશ્કરના આ આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં 2019 જેવા ફિદાયીન હુમલા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા . પોલીસના જણાવ્યા અનુસાર આ આતંકીઓમાંથી એક મુખ્તાર ભટ્ટ એસઆઈ અને સીઆરપીએફ જવાનોની હત્યામાં સામેલ હતો. કાશ્મીરના ADGP વિજય કુમારે આ ઓપરેશનને મોટી સફળતા ગણાવી હતી.