બોરીવલીમાં જર્જરિત ઈમારત ધરાશાયી, કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

Mumbai: મુંબઈના બોરીવલીમાં સાઈબાબા નગરમાં આવેલી ચાર માળની જર્જરિત ઈમારત ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના શુક્રવારે બપોરે 12.34 વાગ્યે બની હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની આઠ ગાડી, બે રેસ્ક્યુ વેન અને ત્રણ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી છે. આ સાથે પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.

YouTube player

ઈમારત જર્જરિત અવસ્થામાં હોવાથી ખાલી કરાવવામાં આવી હતી, તેમ છતાં કેટલાક લોકો ફસાયેલા હોવાની માહિતી સામે આવી રહી છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.