પાકિસ્તાન બોર્ડરે આવેલા કચ્છના હરામી નાળા પાસે 10 બોટ સાથે 4 પાકિસ્તની માછીમાર પકડાયા

આપણું ગુજરાત

કચ્છ જીલ્લાનો પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલો દલદલીય વિસ્તાર હરામી નાળાનો વિસ્તાર ઘુસણખોરીનું હોટસ્પોટ બની ગયું હોય એમ વારંવાર ઘુસણખોરીના પ્રયાસો થાય છે. ત્યારે આજે બોર્ડર સિક્યોરિટી ફોર્સ(BSF)એ હરામી નાળા વિસ્તારમાં ઓપરેશન ચલાવીને 10 પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે. આ સાથે જ ચાર માછીમારોને પણ પકડી પાડ્યા છે.
આજે વહેલી સવારે ગુજરાતના કચ્છ જિલ્લાને અડીને આવેલા ભારત-પાક સરહદ નજીકના હરામીનાળા વિસ્તારમાં BSFની અમ્બુશ ટીમે દરિયામાં હિલચાલ જોઈ હતી. જેના બાદ તેમણે તાત્કાલિક આસપાસના વિસ્તારને કોર્ડન કરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. હરામી નાળા વિસ્તારના પિલર નંબર 1165 અને 1166 પાસે પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા 4 પાકિસ્તાની માછીમારો પકડાયા હતા. સાથે જ 10 માછીમારી બોટ જપ્ત કરવામાં આવી છે. BSF દ્વારા પકડાયેલા માછીમારોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

BSFએ પકડેલી પાકિસ્તાની બોટ

નોંધનીય છે કે BSFએ કુલ 10 બોટ પકડી છે જયારે માત્ર 4 જ ઘુસણખોરોને પકડ્યા છે એટલે 10 બોટમાં આવેલા હજુ ઘણા ઘુસણખોરો નાસી છૂટ્યા છે. જેને પકડવા BSF દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
હાલ કચ્છમાં ભારે વરસાદની આગાહી વચ્ચે હોવાથી દરિયો તોફાની હોવા છતાં બીએસએફ તરફથી દિલધડક કામગારી કરીને ઘૂસણખોરી અટકાવવામાં આવી હતી. જોકે, જપ્ત કરેલી બોટમાંથી માછલી સિવાય કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી નથી. હજુ 10 દિવસ પહેલા જ આ વિસ્તારમાં બે પાકિસ્તાની માછીમાર ઝડપાયા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.