મધ્યપ્રદેશના લોહારામાં નર્મદા નદીમાં ન્હાવા પડેલા ગુજરાતના ચાર યુવાન ડૂબ્યા હતા, જેમાંથી બે વ્યક્તિના મૃતદેહ મળ્યા હતા જ્યારે બેની શોધખોળ ચાલું હોવાનું સૂત્રો પાસેથી જણાવા મળ્યુ હતું.
મધ્યપ્રદેશના લાહોરમાં કેટલાક યુવકો બોટની મદદથી નર્મદા નદી પાર અંજદ લોહારા ઘાટ પહોંચ્યા હતા જ્યાં 11 યુવાનો ઘાટ પર નહાવા કરવા લાગ્યા હતા. તે દરમિયાન એક યુવક ડૂબવા લાગ્યો હતો, જેને બચાવવા અન્ય ત્રણ યુવકો પણ કૂદી પડ્યા હતા અને ત્રણેય પણ ડૂબી ગયા હતા. ઘટનાની જાણ એસડીઆરએફ અને તરવૈયાઓની ટીમને આ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને નદીમાંથી મોહમ્મદ ઈફાયતુલ્લાહ અને જુનૈદના મૃતદેહ બહાર કાઢ્યા હતા, જ્યારે અસરાર અને મોહમ્મદ ઝુબેર નામના બે લોકોની શોધ ચાલી રહી છે.