ભારે તારાજી વચ્ચે તુર્કીમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિવારે તુર્કીના દક્ષિણ-પૂર્વ વિસ્તાર કહરામનમારસમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.7 માપવામાં આવી હતી. યુએસ જીઓલોજિકલ સર્વે (USGS)ના અહેવાલ મુજબ તુર્કીના કહરમનમારસ શહેરથી 24 કિલોમીટર દક્ષિણમાં રવિવારે 4.7 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.
ગત સોમવાર 6 ફેબ્રુઆરીના રોજ તુર્કી અને સીરિયામાં 7.8ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ બે દિવસ સુધી અનેક વખત આંચકા અનુભવાયા હતા. તુર્કી અને સીરિયામાં ભૂકંપથી અત્યાર સુધીમાં 34,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને જયારે હજારો ઈજાગ્રસ્ત થયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તુર્કીમાં મૃત્યુઆંક વધીને 29,605 થઈ ગયો છે. જ્યારે સીરિયાના ઉત્તર-પશ્ચિમમાં બળવાખોરોના કબજામાં આવેલા વિસ્તારોમાં 2,168 લોકોના મોત સહીત સીરિયામાં કુલ 4,574 લોકોના મોત થયા છે.
તુર્કીના દસ પ્રાંતોમાં આવેલા ભૂકંપના કારણે 25 હજારથી વધુ ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. નિષ્ણાતોના મતે હજુ પણ કાટમાળમાં 10,000થી વધુ મૃતદેહો હોઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સહિત ઘણી નિષ્ણાત સંસ્થાઓએ પણ અંદાજ લગાવ્યો છે કે મૃતકોની કુલ સંખ્યા 50 હજારથી વધુ હોઈ શકે છે.
તુર્કીમાં ફરી 4.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો, મૃત્યુઆંક 34,000ને પાર
RELATED ARTICLES