ચેન્નઈ: ઓસ્ટ્રેલિયાએ અહીં ત્રીજી વન-ડે મેચ ૨૧ રનથી જીતી હતી. ઑસ્ટ્રેલિયાના ૨૬૯ રનની સામે ભારતે ૨૪૮ રન કર્યા હતા.
રોહિત શર્મા ૩૦, શુભમન ગિલે ૩૭, વિરાટ કોહલીએ ૫૪, કે. એલ. રાહુલે ૩૨, અક્ષર પટેલે બે, હાર્દિક પંડ્યાએ ૪૦, સૂર્યકુમાર યાદવે શૂન્ય, રવીન્દ્ર જાડેજાએ ૧૮ રન કર્યા હતા.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ૨૭૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ ૪૯ ઓવરમાં ૨૬૯ રનમાં સમેટાઈ ગઈ હતી. ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શની જોડીએ શાનદાર શરૂઆત કરી હતી. બંનેએ પાવરપ્લેમાં ૬૧ રન ઉમેર્યા હતા. જોકે હેડ ૩૩ રન બનાવીને હાર્દિકનો શિકાર બન્યો હતો. આ પછી હાર્દિકે સ્ટીવ સ્મિથને ખાતું પણ ખોલવા દીધું ન હતું અને માર્શ ૪૭ રન બનાવી આઉટ થયો હતો. ૧૭ રનની અંદર ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ બેકફૂટ પર આવી ગઈ હતી.
ડેવિડ વોર્નર અને માર્નસ લાબુશેને ચોથી વિકેટ માટે ૪૦ રનની ભાગીદારી નોંધાવી હતી, પરંતુ કુલદીપ યાદવે બંનેને આઉટ કરીને મેચ પર ભારતની પકડ મજબૂત કરી હતી. માર્કસ સ્ટોઈનિસ અને એલેક્સ કેરીએ છઠ્ઠી વિકેટ માટે ૫૮ રનની ભાગીદારી કરી હતી પરંતુ અક્ષરે સ્ટોઈનિસને આઉટ કર્યો હતો. આ પછી કુલદીપે કેરીને બોલ્ડ કર્યો હતો. કેરીએ ૩૮ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મિશેલ માર્શે સૌથી વધુ ૪૭ રન બનાવ્યા હતા. ભારત તરફથી હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. મોહમ્મદ સિરાજ અને અક્ષર પટેલને બે-બે વિકેટ મળી હતી. ઉ