36મી નેશનલ ગેમ્સ:અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, સુરત, વડોદરા અને રાજકોટમાં યોજાશે અલગ અલગ સ્પર્ધાઓ, જાણો સંપૂર્ણ વિગત

આપણું ગુજરાત સ્પોર્ટસ

Gandhinagar: આગામી સપ્ટેમ્બરથી-ઓક્ટોબર મહિનામાં ગુજરાતમાં પહેલીવાર નેશનલ ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે. 27મી સપ્ટેમ્બરથી 10 મી ઓક્ટોબર દરમિયાન રાજ્યના 6 શહેરોમાં 36મી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, સુરત અને વડોદરામાં અલગ અલગ રામતોનું આયોજન કરવામાં આવ્યું છે. નેશનલ ગેમ્સનું ઉદઘાટન અમદાવાદના મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે અને સમાપન સુરતમાં થશે. આ સાથે હવે કઈ રમતોનું આયોજન ક્યાં થશે તેની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદમાં 8 સ્થળોએ 14 રમત સ્પર્ધાઓ, ગાંધીનગરમાં 3 સ્થળે 8 સ્પર્ધાઓ, રાજકોટમાં 3 સ્થળે 2 સ્પર્ધાઓ, ભાવનગરમાં એક જ સ્થળે 3 રમત સ્પર્ધા જ્યારે સુરતમાં 2 સ્થળોએ 4 રમત સ્પર્ધાઓ યોજાશે.
દેશભરમાંથી હજારો રમતવીરો નેશનલ ગેમ્સમાં ભાગ લેવા ગુજરાત આવશે. ખેલાડીઓ તથા સહયોગી સ્ટાફ માટે 3, 4 અને 5 સ્ટાર હોટેલમાં રોકાણનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વોટર સ્પોર્ટ્સ, ફૂટબોલ અને રગ્બી જેવી રમત સ્પર્ધાઓ અમદાવાદમાં યોજાશે. વોટર સ્પોર્ટ્સનું આયોજન સાબરમતી નદીમાં કરવામાં આવ્યું છે, જ્યારે ફૂટબોલ-રગ્બી અને કબડ્ડી જેવી સ્પર્ધાનું આયોજન ટ્રાન્સ્ટેડિયા ખાતે થશે. જ્યારે ગાંધીનગરમાં વુશુ, ખો-ખો, યોગાસન અને રેસલિંગ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. નેશનલ ગેમ્સમાં પ્રથમવાર યોગાસન એક રમત તરીકે સામેલ થઈ રહ્યું છે. વડોદરા જુડો-મલખમ જ્યારે સુરત જિમાન્સ્ટિક, બેડમિન્ટન અને બીચ વોલીબોલ જેવી રમતની સ્પર્ધાની યજમાની કરશે.

અમદાવાદમાં યોજાનારી રમતો:
તીરંદાજી, ફૂટબોલ, શૂટિંગ, કાયાકિંગ અને કેનોઈંગફેન્સિંગ, કબડ્ડી, ટેનિસ, રોવિંગ ગોલ્ફ, ટ્રાએથ્લોન, રોલર સ્કેટિંગ, રગબી, બોક્સિંગ, સોફ્ટ ટેનિસ

ગાંધીનગર યોજાનારી રમતો:
સ્ક્વૉશ, સાઈક્લિંગ, એથ્લેટિક્સ, વુશુ, વેઈટલિફ્ટિંગ, ખો-ખો, યોગાસન, રેસલિંગ

સુરત યોજાનારી રમતો:
જિમ્નાસ્ટિક, બેડમિન્ટન, બીચ વોલીબોલ, બીચ હેન્ડબોલ

વડોદરા યોજાનારી રમતો:
જૂડો, ટેબલ-ટેનિસ, હેન્ડબોલ, મલખમ

ભાવનગર યોજાનારી રમતો:
વોલીબોલ, બાસ્કેટબોલ, નેટબોલ

રાજકોટ યોજાનારી રમતો:
એક્વેટિક્સ, હોકી

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.