(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાત ટેક્સ્ટાઈલ પૉલિસી ૨૦૧૨ અંતર્ગત કુલ ૧૩૭૪ એકમોને મંજૂરી આપવામાં આવી છે ,આ એકમો અંતર્ગત ૩૫૦૦૦ કરોડનું મૂડી રોકાણ આવેલ છે. આ પૉલિસીથી ટેક્સ્ટાઈલ ક્ષેત્રે સંકળાયેલ એકમોને વિકાસ માટે વધુ તક મળી છે, એવું ગુજરાતના ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
અમદાવાદ તેમજ રાજકોટ જિલ્લામાં ટેક્સ્ટાઈલ એકમોમાં વેટ, એસ.જી.એસ.ટી. સહાયની ચુકવણી અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં ઉદ્યોગ પ્રધાને જણાવ્યું હતું કે રાજ્યભરમાં ૧૦,૦૦૦ કરોડથી વધુ રકમની સહાયની ચુકવણી કરવામાં આવી છે.૩૧/૧૨/૨૦૨૨ છેલ્લા બે વર્ષ દરમિયાન અમદાવાદ જિલ્લામાં ગુજરાત ટેક્સ્ટાઈલ પૉલિસી ૨૦૧૨ હેઠળ ૧૧૬૬ દાવા અરજીઓ આવી છે જે અંતર્ગત ૮૧૬.૦૬ કરોડ રૂપિયાની સહાયની ચુકવણી કરવામાં આવી છે. આજ રીતે રાજકોટ જિલ્લામાં ૫૪૨ અરજીમાં ૨૧૪.૧૦ કરોડ સહાયની ચુકવણી કરવામાં આવી છે. આ પૉલિસી હેઠળ રાજકોટ જિલ્લામાં ૧૩૦ એકમોને મંજૂરી આપવામાં આવી છે જેનાથી ૨૩૩૦ કરોડનું મૂડી રોકાણ થયું છે.
ગુજરાત ટેક્સ્ટાઈલ પૉલિસી યોજનાના ઉદ્દેશ અંગે તેમણે જણાવ્યું હતું કે કપાસ ઉત્પાદન કરતા ખેડૂતોનો વિકાસ વધારવાનો, દેશ અને આંતરરાષ્ટ્રીય બજારમાં રૂના અનિશ્ર્ચિત ભાવ વધઘટ સામે ખેડૂતોને સક્ષમ બનાવવા, રાજ્યમાં મૂલ્ય સાંકળને મજબૂત બનાવવી, મૂલ્ય વર્ધન અને ટેકનોલોજી સંપાદન કરી સુરતમાં ઉત્પાદિત થતો માનવ નિર્મિત અને કૃત્રિમ રેસા કાપડને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક બનાવવાનો, સ્પિનિંગના અભાવે રાજ્યના ખેડૂતો દ્વારા ઉત્પાદિત થતું રૂ દક્ષિણના રાજ્યોમાં મોકલવામાં આવતું પરંતુ રાજ્યના ટેક્સ્ટાઈલ પૉલિસી ૨૦૧૨ નો ઉદ્દેશ ૨૫ લાખથી વધુ સ્પિંડલ સ્થાપવાનો હતો જેની સામે ૪૬ લાખથી વધુ સ્પિંડલ સ્થાપિત કર્યા છે. ઉ
ગુજરાત ટેક્સ્ટાઈલ પૉલિસી ૨૦૧૨ અંતર્ગત ૩૫,૦૦૦ કરોડનું મૂડી રોકાણ: રાજપૂત
RELATED ARTICLES