મહારાષ્ટ્રમાં હેવાનિયતની હદપાર! ફરી એક વાર ‘નિર્ભયા’નું થયું ચીરહરણ, નરાધમોએ નિર્વસ્ત્ર હાલતમાં જંગલમાં છોડી

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં નિર્ભયા જેવી કાળજું કંપાનરાની ઘટના સામે આવી છે. કારધા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કન્હાલમોહ વિસ્તારના જંગલમાં એક મહિલા પર સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો અને નિર્દયતાથી તેને નિર્વસ્ત્ર કરીને જંગલમાં છોડી દેવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર પીડિતાની હાલત ખૂબ જ ગંભીર છે. આ પ્રકરણે બે નરાધમને પકડ્યા છે અને તેમની ઘટનાસ્થળે લઈ જઈને ધરપકડ કરવામાં આવી રહી છે. આરોપીના નામ અમિત સાર્વે અને મોહમ્મદ અંસારી છે. ગોંદિયા જિલ્લાના ગોરેગાંવછી લઈને લાખની સુધીના તમામ વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ પોલીસે હાથ ધરી છે. હજુ પણ ત્રણ આરોપીમાંથી એક ફરાર છે અને પોલીસ તેને શોધી રહી છે. પીડિતાની સારવાર નાગપુરની એક સરકારી હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.
પીડિતા લોહીથી લથબથ હાલતમાં મળી આવી હતી. ડોક્ટરોએ આ રસ્તસ્ત્રાવ રોકવા માટે એક સર્જરી કરી છે અને હાલમાં તેની હાલત ખૂબ જ નાજૂક છે.
આ ઘટના 30 જુલાઈથી બે ઓગસ્ટ દરમિયાન બની હતી. 35 વર્ષની મહિલા પર આરોપીઓએ સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. જંગલ ખતમ થતાં હાઈવેના કિનારે ખૂબ જ ગંભીર હાલતમાં કરગરતી પીડિતા પર ગ્રામવાસીઓની નજર પડી અને તાત્કાલિક તેને ભંડારાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેની હાલત વધુ ગંભીર હોવાથી નાગપુરની સરકારી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી હતી. ડોક્ટરોએ જણાવ્યું હતું કે હજુ કેટલીક સર્જરીની જરૂર પડી શકે તેમ છે.
આ ઘટનાની માહિતી મળતાની સાથે ભાજપ નેતા ચિત્રા વાઘ નાગપુરની સરકારી હોસ્પિટલમાં પહોંચી હતી અને સારવારમાં કોઈ કમી ન રહે તેવી ભલામણ તેણે ડોક્ટરોને કરી હતી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.