ઓળખાણ રાખો
સ્પર્શમાત્રથી જે છોડનાં પાન અંદરની તરફ વળી જાય કે નમી જાય એ છોડ ઓળખ્યો?
—
અ) સતામણીનો છોડ
બ) લજામણીનો છોડ
ક) છોડ બાઘડો
—
ભાષા વૈભવ…
ગુજરાતી-અંગ્રેજી શબ્દોની જોડી જમાવો
A B
જીત FORWARD MARCH
હાર RETREAT
શરણાગતિ DEFEAT
પીછેહઠ VICTORY
આગેકૂચ SURRENDER
—
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ઊડું છું પણ પંખી નહીં, સૂંઢ છે પણ હાથી નહીં,
છ પગ પણ માખી નહીં, ગીત ગાઉં પણ ભમરો નહીં.
અ) કરોળિયો બ) મચ્છર ક) પતંગિયું
—
ઈર્શાદ
આંખનો દોષ ગણે છે બધા દિલને બદલે,
ચોર નિર્દોષ ઠરી જાય તો કહેવાય નહીં.
– અમૃત ઘાયલ
—
ગુજરાત મોરી મોરી રે
અત્યંત લોકપ્રિય નવલકથા ‘આખેટ’ના લેખક કોણ?
અ) અશ્ર્વિની ભટ્ટ બ) દિનકર જોશી ક) મનસુખ ઝવેરી
—
માતૃભાષાની મહેક
આજનો શબ્દ છે ટમટમ. એક ઘોડાનો અતિ હળવો ભાડૂતી એકો જેમાં હાંકનાર ઉપરાંત બે જ માણસ એકબીજાની પીઠેપીઠ અડાડીને અવળે મોઢે (વિરુદ્ધ દિશામાં મોં રાખી) બેસી શકે. આગ્રા બાજુ એને રથ પણ કહે છે. અલબત્ત, અમદાવાદીઓ ચવાણામાં વપરાતા તીખા ગાંઠિયા જેવી વસ્તુને ટમટમ તરીકે ઓળખે છે.
—
માઈન્ડ ગેમ
‘ઈંધણાં વીણવા ગઈ તી મોરી સૈયર’ પંક્તિમાં શું વીણવાની વાત છે?
અ) બગીચાનાં ફૂલ બ) મીઠાં ફળ ) ક) બળતણનાં લાકડાં ડ) ચહેરાનો શૃંગાર