મુંબઈમાં છ દિવસના ૩,૩૦૫ ગણેશ મૂર્તિનું વિસર્જન

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈમાં સોમવારે છઠ્ઠા દિવસે સાંજના છ વાગ્યા સુધીમાં કુલ ૩,૩૦૫ ગણેશમૂર્તિ અને ગૌરીનું વિસર્જન જુદા જુદા વિસર્જન સ્થળો પર થયું હતું. સોમવાર સાંજના છ વાગ્યા સુધીમાં મુંબઈના જુદા જુદા વિર્સજન સ્થળ પર ૩,૩૦૫ જેટલી ગણેશમૂર્તિ અને ગૌરીનું વિસર્જન થયું હતું, જેમાં સાર્વજનિક ૧૫, ઘરના ૨,૭૪૮ અને ગૌરીના ૫૪૨ મૂર્તિનો સમાવેશ થાય છે. તેમાંથી કૃત્રિમ તળાવમાં સાર્વજનિક મંડળના ચાર, ઘરના ૯૯૧, ગૌરી ૧૯૦ એમ કુલ ૧,૧૮૫ મૂર્તિનો સમાવેશ થાય છે.

આ દરમિયાન મુંબઈમાં પાંચ દિવસના ગણપતિનું વિસર્જન સોમવાર વહેલી સવાર સુધી ચાલ્યું હતું. વહેલી સવાર સુધીમાં પાંચ દિવસના કુલ ૩૧,૩૬૫ ગણેશમૂર્તિનું વિસર્જન મુંબઈના જુદા જુદા વિસર્જન સ્થળો પર થયું હતું. મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈના જુદા જુદા સ્થળે વિસર્જનની તૈયારી કરી હતી, જેમાં નૈસર્ગિકની સાથે કૃત્રિમ તળાવમાં કુલ ૩૧,૩૬૫ મૂર્તિનું વિસર્જન થયું હતું. એટલે કે લગભગ ૪૦ ટકા મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ તળાવમાં થયું હતું.

મુંબઈના ૭૩ કુદરતી વિસર્જન સ્થળ પર લાઈફગાર્ડ, મોટર બોટ, કંટ્રોલ રૂમ, મોબાઈલ ટોઈલેટ, મેડિકલ સુવિધા, ફૂલ-હાર જમા કરવા માટે નિર્માલ્ય કલશ જેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. મુંબઈના ૨૪ વોર્ડમાં ૧૫૨ કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં સોમવાર વહેલી સવાર સુધી ઘરના ગણપતિની મૂર્તિનું વિસર્જન ચાલ્યું હતું.

પાંચ દિવસના ગણપતિનું સોમવાર સવાર સુધીમાં કુલ ૩૧,૩૬૫ ગણેશમૂર્તિનું વિસર્જન ચાલ્યું હતું, તેમાં સાર્વજનિક મંડળની ૮૯૨, ઘરના ૩૦,૪૪૬ અને ૨૭ હરતાલિકાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જ્યારે કૃત્રિમ તળાવમાં ૩૭૭ સાર્વજનિક ગણેશમૂર્તિ અને ૧૨,૦૩૦ ઘરની ગણેશમૂર્તિ તો હરતાલિકાની ૧૬ એમ કુલ ૧૨,૪૨૩ ગણેશમૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.