સાતારા: સાતારા શહેરમાં યોજાયેલી હાફ મૅરેથોન દરમિયાન દોડતાં દોડતાં અચાનક ફસડાઈ પડેલા ગુજરાતી દોડવીરનું મૃત્યુ થયું હતું.સાતારા રનર ફાઉન્ડેશન દ્વારા યોજાયેલી સાતારા હિલ હાફ મૅરેથોન (એસએચએચએમ)માં આ ઘટના બની હતી. દોડતી વખતે કોલ્હાપુર જિલ્લાનો વતની રાજ પટેલ (૩૨) ફિનિશિંગ લાઈનથી અમુક મીટરના અંતરે અચાનક ફસડાઈ પડ્યો હતો.
ફસડાઈને બેભાન થઈ ગયેલા પટેલને આયોજકો તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. આ પ્રકરણે એડીઆર નોંધી તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
એક આયોજકના કહેવા મુજબ પટેલ નિષ્ણાત એથ્લેટ તરીકે ઓળખાતો હતો અને તે ઈન્ટરનૅશનલ બૅડમિંટન પ્લેયર પણ હતો. (પીટીઆઈ)

Google search engine