કલ્યાણઃ 32 વર્ષીય મહિલાએ 15 વર્ષના કિશોરને દારુ પીવડાવીને જાતિય શોષણ કર્યું હોવાની ઘટના થાણેના કલ્યાણ વિસ્તારમાં બની હતી. આરોપી મહિલાનું નામ કિર્તી ઘાયવટે છે અને કલ્યાણના કોલસેવાડીમાં આ ઘટના બની હતી. આરોપી વિવાહિત મહિલાએ પીડિત કિશોરને દારુ અને અશ્લીલ ફિલ્મ જોવાનું વ્યસન લગાવ્યું હોવાનો આક્ષેપ કિર્તી સામે કરવામાં આવ્યો છે.
કિશોરના માતા-પિતાને આ બાબત ધ્યાનમાં આવતા જ કિશોરને ભિવંડીના સુધારગૃહમાં મોકલી આપવામાં આવ્યો હતો આ બાબતે કલ્યાણના કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કિર્તી સામે પોક્સો હેઠળ ગુનો નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસે આપેલી માહિતી અનુસાર કલ્યાણ પૂર્વમાં પીડિત સગીર વયનો કિશોર તેના પરિવાર સાથે રહેતો હતો. કિશોર ઈંગ્લિશ મીડિયમ સ્કુલમાં નવમા ધોરણમાં ભણે છે. કિર્તી પીડિત કિશોરની નાશિકમાં રહેતી ફોઈની માનેલી દીકરી છે અને તેને બે બાળકો છે. જ્યારે કિશોરની ફોઈ નાશિકથી તેની માતાને મળવા કલ્યાણ આવતી ત્યારે આ કિર્તી પણ તેની સાથે ત્યાં આવતી હતી.
ઘરે જ કિર્તી અને પીડિત કિશોરની ઓળખ થઈ હતી અને બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. ત્યાર બાદ કિર્તી દર વખતે કિશોરને દારુ પીવડાવીને મોબાઈલમાં અશ્લીલ ફિલ્મ દેખાડીને શારીરિક સંબંધ બાંધતી હતી. આ કારણે કિશોરને દારુ પીવાનું અને અશ્લીલ ફિલ્મ જોવાનું વ્યસન થઈ ગયું હતું. આ બાબતની જાણ થતાં જ કિશોરને ભિવંડીના સુધારગૃહમાં મોકલી આપવામાં આવ્યો હતો, જ્યાં તેણે પોતાની સાથે બનેલી ઘટના જણાવી હતી. ઘટનાની જાણ થતાં જ કિશોરની માતાએ કોલસેવાડી પોલીસ સ્ટેશનમાં કિર્તી સામે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે કિર્તીને તાબામાં લઈને વધુ તપાસ હાથ ધરી છે.
મહિલા 15 વર્ષના કિશોરને દારુ પીવડાવીને તેની સાથે કરતી હતી આવું કંઈક…
RELATED ARTICLES