ઓપન માઈન્ડ-નેહા.એસ.મહેતા
કેમ છો મારા વહાલા વાચકમિત્રો! મજામાં હશો.
કેટકેટલું જોઇ લીધું બાર મહિનામાં. નાવ અગેન ‘ધ ઇયર એન્ડ’.
ગયે અઠવાડિયે આપણે ક્રિસમસ માણી. મારી મોટી કઝીનના લગ્ન ક્રિશ્ર્ચિયન પરિવારમાં થયા છે. એમના ઘરે દર વર્ષે ફંશન મોટા પાયે થતું હોય છે. ત્યાં અમે બધાં પણ ગયાં હતાં. વડીલો, મોટા, બ્રાહ્મણ, ક્રિશ્ર્ચિયન, પારસી, પંજાબી, બંગાલી બધા છે. અમારા ઘરને મિની ઇન્ડિયા કહી શકાય. ટૂંકમાં એક ખાસિયત કહું તો અમારા ઘરમાં, મેં લવ મેરેજને એરેન્જ મેરેજમાં પરિવર્તિત થઈ અને મેરેજ થતા જોયા છે. હાહાહાહા. એટલે અમે બધા લગભગ સાડીઓમાં અને પોતપોતાના ટ્રેડિશનલ પોષાકમાં પણ ક્રિસમસના ફંકશનમાં જોવા મળીએ. અને ક્રિસમસ પાર્ટીમાં પણ અમારે ત્યાં જઈએ તો બધાને પગે લાગવું પડે એટલે એમ પણ ટૂંકા કપડાં પહેરીને ના જઇ શકીએ.હાહાહા. દરેક પરિવારમાં પોતાની ભૌગોલિક, સામાજિક અને સાંસ્કૃતિક પદ્ધતિ પ્રમાણે પ્રસંગ ઉજવવામાં આવતા હોય છે.
મારું બીજું ક્રિશ્ર્ચિયન મિત્ર મંડળ છે. કેરાલાના છે. એમના ઘરે તમે આ તહેવારોમાં જાઓ ત્યારે એકદમ અલગ જ વાતાવરણ જોવા મળે. સુંદર મજાની સાડીઓ, આભૂષણો, વસ્ત્રો, પૂજા, ફૂલ એ બધું અને ડાઇનિંગ ટેબલ ઉપર ઈસુ ખ્રિસ્ત ભગવાનની પૂજા થતી હોય. પણ એક અલગ જ માહોલ સાથે. એટલે માહોલને ભક્તિને અને શ્રદ્ધાને કોઈ જ સંબંધ નથી. એ પુરવાર કરતી ગંગા જમુની તેહઝીબ કહો કે ભારતની સતરંગી સંસ્કૃતિ. એને વધાવી લેવાની.
જે મજા છેને! એવી મજા બીજા કશામાં નથી. ખુશી, પ્રેમ, હાસ્ય, આ બધું સારું છે જીવન માટે. પેલું કહેને કે જેવું બોલે એવું થાય. તો આપણે જે ઈચ્છીએ છીએ, જેવું જીવન જોઈએ છે. એવું પહેલાં અંતર મનમાં બોલવાનું શરૂ કરી દઈએ. બીજાનું સારું થશે તો આપણું સારું થશે. એવું વિચારવાનું શરૂ કરી દઈએ. ક્રિસમસ અને ન્યૂ ઇયરની સ્પેશિયલ કેક હોય છે. જેને આપણે ખૂબ મહત્ત્વ આપીએ છીએ. જેમાં સુકામેવાથી માંડીને મદિરાથી માંડીને સારી સારી જડીબુટ્ટીઓથી માંડીને સારી સારી ઔષધીઓથી માંડીને સુંદર મજાની હેલ્ધી વસ્તુઓથી મિશ્રણ કરીને એક સ્વાદની વસ્તુ બનાવવામાં આવે છે. રાઇટ!
એ રીતે આપણે હ્યુમન બિહેવિયર અને હ્યુમન ક્વોલિટીઝની એવી એક ક્રિસમસ કેક બનાવીએ અને એનો સ્વાદ માણીએ. તો કેવી મજા આવી જાય. આ વખતે આપણી ક્રિસમસ કેક પોતપોતાની બનાવીશું. જે બેક કરવામાં આપણે અંદર પોતાની જાતને જ અલગ પ્રકારથી, સત્યતાથી કે પોતાની એક્સેપ્ટન્સથી. બેક કરવાના છે. વોર્મ કરવાના છે. મસ્ત મજાનો શિયાળો છે. અને સાચું કહો મિત્રો તો એટલું આનંદના પીક ઉપર આખું વાતાવરણ છે. અને એમાં હું એટલી સુંદર સુંદર વાતો કરવાની હતી. નજર સામે ઝાકઝમાળ એટ ધ પીક ઉજવાઈ રહ્યા છે. ડેકોરેશન થઈ રહ્યા
છે. ઓફર મંડાઈ ગઈ છે. મોલ, શહેરો, એરિયાઓ શણગારાઈ ગયાં છે. ભગવાનના મંદિરમાં પ્રાર્થનાઓના સમય ફિક્સ થઈ ગયા છે. ઇન્ટરનેટ બુકિંગ થઈ ગયા છે. કઈ રીતે વ્યવસ્થા થશે એ સચવાઈ ગયું છે. એ બધું જ થઈ રહ્યું છે.
ત્યાં વાતાવરણ જુઓ એક સન્નાટો પણ છે. જે યુવા થનગનવા જોઈએ તે યુવાનીમાં કેવા ખોટા સ્ટેપ લેવાઈ રહ્યા છે. કામના પ્રેશર, ટેન્શન, ઈમોશનલ ક્ધફ્યુઝન. બ્રેકપ્સ, શું?
જે પોતાના જીવ લેવાઈ રહ્યા છે.
આ જોઈને આપણા જેવા કુમળા હૃદયના જીવ બળી જાય છે. એ જે કરંટ અત્યારે મને લાગી રહ્યો છે. એટલું દુ:ખદાયક છે કે તમને શું કહું. આ બધી ઝળાહળામાં મને કોઈક જગ્યાએ કંઈક શૂન્યાવકાશ લાગે છે.
હું તમને એક સુંદર મજાનો અનુભવ કહું. મુંબઈની જહાંગીર આર્ટ ગેલેરીમાં સુંદર આર્ટ એક્ઝિબિશન ચાલી રહ્યું છે. ચિત્રોનું એક્ઝિબિશન. જેમાં એ વિધાના જાણીતા અને આર્ટ સાથે સંબંધ રાખતા મહેમાનોને બોલાવવામાં આવ્યા. જેમાં મને પણ દીપ પ્રાગટ્યમાં મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવી હતી. ખૂબ ઉમદા કલાકાર છે. વિશ્ર્વવિખ્યાત, બોલીવુડમાં પણ પ્રચલિત કલાકાર છે. એવા કલાકાર અને એક યુવા કલાકાર, જે ખૂબ જ સુંદર મજાના રંગો લઈને આવી છે. મારા તરફથી વાચક મિત્રોને ક્રિસમસ ગિફ્ટ આપું તો તમે ચોક્કસ ત્યાં જઈ શકો છો. વિઝીટ માણી શકો છો. અને પોતાની આંખને વર્ષના અંત પહેલા સુંદર મજાના રંગોને કલાને માણી શકો છો. કાલાઘોડા પર સ્થિત છે. ઘણા બધા સારા સારા કલાકારોના એક્ઝિબિશન ચાલી રહ્યા છે. ગેલેરી એક બે ત્રણ ચારમાં તમે જાઓ. હું ત્યાં ઉપસ્થિત હતી. મારી આંખો ચકાચોંધ હતી. મીડિયા હતું. ડિજિટલ પ્રિન્ટ…એ બધામાં તેઓએ મને એક સવાલ પૂછ્યો. પહેલા એમણે સુંદર મજાના એક્ઝિબિશનના સવાલ પૂછ્યા.
અમારી પ્રાસંગિક ઉપસ્થિતિ વિષે, અમારા આગવા કામોના સવાલ પૂછ્યા. મારા એક બે સોશિયલ ઇવેન્ટ્સ જે મેં કર્યા એને એમણે એપ્રીશીએટ કર્યા. જે બાળક બચાવો અને સ્ત્રી પ્રગતિ અને પ્રાધાન્ય ઉપર હતા. કોઈએ મને પૂછ્યું કે અત્યારે નેહાજી જે ખૂબ જ કુમળો અને લોકપ્રિય જીવ જેણે પોતાનો જીવ લઇ લીધો. અને એવા ઘણા બધા બીજા યુવા. છત્તીસગઢમાં સોશિયલ મીડિયા પર ફેમસ ૨૦ વર્ષની યુવતીએ પોતાનો જીવ લઇ લીધો. પોતાના જ ઘરમાં એક છોકરાએ પોતાનો જીવ આપી દીધો. આ બધું જે ચાલી રહ્યું છે વર્ષના અંતમાં. અને જે શોક લાગી રહ્યા છે. એ વિશે શું કહેશો?
આટલું બધું સામર્થ્ય, એનર્જી, સુંદરતા, લક્ઝરી બધું. છતાં લોકો આવા સ્ટેપ લઈ લે છે. શું ખૂટતું હોય છે એમના જીવનમાં? મેં એ ઇવેન્ટના એ માહોલમાં જેટલું કીધું એ કીધું. પણ એ બધી વાતનો નીચોડ કાઢું. તો મને લાગ્યું કે આત્મીયતા ખૂટે છે. એમણે મને પૂછ્યું કે તમે આ વિશે શું કહેશો? (કલાકાર પોતાના જીવ લઈ રહ્યા છે. કે એમના જીવ લેવાઇ રહ્યા છે. સત્ય, ઇશ્ર્વર જાણે.)
મને બહુ દુ:ખ થયું કારણ કે નજીકના જ ભૂતકાળમાં એ વ્યક્તિને મારે મળવાનું થયું હતું. અને મેં દિલથી એમના વખાણ કયાર્ં હતા. કે બહુ જ સુંદર કામ કરી રહ્યા છો તમે. તેઓ બહુ ખુશ હતા. અને અત્યારે મને આવા સમાચાર સાંભળવા મળ્યા. જેમ બધાને દુ:ખ થયું એમ મને પણ દુ:ખ થયું. રિયલાઈઝેશન આપણને એ થાય છે મિત્રો, કે જેમ મીઠાઈમાં ગળપણ રહી જાય છે. તો એનો સ્વાદ મરી જાય છે. એમ અત્યારે માણસોના સંબંધમાં આત્મીયતા બહુ ઓછી થઈ ગઈ છે.
એવામાં વર્ષના અંતે ભવ્યતા નહીં માણીએ તો ચાલશે. મજા નહીં માણીએ, તો ચાલશે અને કદાચ ખરેખર કહું તો પાર્ટીઓ નહીં માણીએ તો પણ ચાલશે. બધા ખર્ચ ઓછા કરીને પોતપોતાના મહેનતથી કમાયેલા ઘરમાં બેસીને આત્મીયતા માણીશુંને તો ખરેખર આ વર્ષનો અંત અને નવા વર્ષની શરૂઆત બહુ જ સારી થશે.
સમાચાર વાંચોતો ન ગમે એવું નામ ‘કોરોના’ બીમારી પાછી ફેલાઈ રહી છે. ધ્યાન રાખજો. કેટલા બધા દેશોમાં ખૂબ બધી વિન્ટર ફોલના કારણે બરફીલા તોફાનો આવી રહ્યા છે. ખૂબ બરફ જામી રહ્યા છે. હવે ક્રિસમસના દિવસો છે. એ લોકો ફ્રોઝન ન્યૂ યર મનાવશે? કે પૂજા પાઠ કરી તબીયતનુ ધ્યાન રાખી જીવન સારુ કરશે? આવા વાતાવરણમાં થોડા પૈસા આપણે બચાવી શકીએ અને આપણા ઘરના રાશન પણી સ્ટ્રોંગ કરી શકીએ. અને આપણે આપણી મુઠ્ઠી બાંધી રાખી શકીએ. આપણાં ગુજરાતી માતા પિતાએ શીખવાડેલા જે સંસ્કાર છે એનો ત્યારે નિચોડ લાવવાનો સમય આવી ગયો છે. અત્યારે જે હાલાત છે. મોંઘવારી વધી રહી છે. એમાં ખુશ થવાની પદ્ધતિઓ જો આપણે બદલી શકીએ તો કોઈ જ બિઝનેસમાં ફરક આવી જવાના નથી. એવું તો કોઈ પણ ભણેલું વ્યક્તિ તાદ્રશ્ય જોઈ શકે છે.
અને હું પણ જો ક્ધફેસ કરું. તો આ વખતે હું તમારી સાથે જે ન્યૂ યર એન્ડનું
વર્ણન શેર કરવાની હતી. એક સુંદર મજાની વાર્તા સંભળાવવાની હતી.
અને સુંદર મજાનું એક સિટી ટ્રીપ કરાવવાની હતી. નજર સામે પણ એ બધું મને બહુ જ સામાન્ય લાગ્યું.
મિત્રો હવે મને એમ કહેવાની ઈચ્છા થાય છે કે આ વખતે આપણા વડીલોની પ્રણાલી પ્રમાણે કરીએ. સુંદર મજાની ન્યૂ યરની રાત છે. ઘરે બેસીએ, પોતપોતાના પરિજનો સાથે સમય માણીએ. ડિજિટલ વર્લ્ડ એટલું સરસ થઈ ગયું છે. ઘરે મ્યુઝિક વગાડીને. આનંદ માણીએ. પૂજાપાઠ કરીએ.
ઘણા બધા જીવો રેલમછેલ જીવી રહ્યા છે. એનોતો આનંદ માણીએ જ.
પણ જે જીવ જઈ રહ્યા છે એની જે શુન્યવકાશતા છે. એને આ વખતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ.
ઘરથી દૂર બેઠા હોવ તોય પોતાની જાતને સાચવી પરિવારમાં પ્રેમની ઉપજ કરીએ. આમ પણ ઘર ચલાવે છે, એ દરેક જાણે છે કે જેટલી મોંઘવારી વધી રહી છે. એટલો ડર પણ વધી રહ્યો છે. માટે ધ્યાન તો રાખવું જ રહ્યું. પેલી આપણી કહેવત છે ને ‘મન ચંગા તો કથરોટ મેં ગંગા’ અને’ ‘મનમાં શ્રદ્ધા તો ઘરે દેવતા’ એવું કંઈક આ વખતે કરીએ. શાંત છતાં ઉદ્યમ વાળું. આત્મીયતા વાળું. પોતપોતાના સંબંધો સાથે પોતાની રીત વાળું ‘યર એન્ડ’ કરીએ અને ‘ન્યુ યરનું’ સ્વાગત કરીએ.
એ સુંદર મજાની સવારને આ વખતે જોઈએ. રાત્રે તો આપણે બહુ જ જાગતા હોઈએ છીએ. આ વખતે વર્ષનો અંત શાંતિથી માણી અને સુંદર મજાના નવ વર્ષની સવારને કેવી રીતે માણી શકીએ છીએ એ જોઈએ. શહેરની ભીડમાં આપણે ધટાડો કરી શકે છે
એ જોઈએ. હસવું આવશે આવી
વાત સાંભળીને. પણ મિત્રો હાસ્યમાં જેટલું રહસ્ય છુપાયેલું હોય છે ને એટલું સિરિયસ વાતોમાં પણ નથી હોતું.
એ તો મારા આખા જીવનનો નીચોડ
મેં જોયો છે.
થઈ રહેલા બધીજ જાતના
ધડાકાઓની વચ્ચે.
થોડો સંયમ, થોડી સમજણ અને સહજતા આપણે રાખશું.
શાંતિથી માણસાઇપૂર્વક વર્ષનો અંત માણશું. સ્પ્લીટ ઓફ ટાઇમ જુઓ જીવનની. સમય બદલાતા વાર નથી લાગતો અને સમય બદલાય તો વિચાર બદલાતા વાર નથી લાગતો. ગયા અઠવાડિયે આપણે ખૂબ આનંદની વાત કરવાનો વિચાર કર્યો હતો અને આ અઠવાડિયે આપણે વર્ષનો અંત શાંતિથી વિચારવાની વાત કરી રહ્યા છે. કારણ સમય બદલાઈ ગયો. ઘટનાઓ ઘટી રહી છે. બહારનું વાતાવરણ બદલાઈ રહ્યું છે. આપણે આપણી જાતને સાબૂત રાખવાની છે. પોતાને માટે પોતાના પ્રિયજનો માટે.
(સોના, ચાંદી, હીરા માણેકના વ્યવસાય કરનારને આ વાત ખૂબ સમજાય)
‘બાંધી મુઠ્ઠી લાખની એજ વાત સવા લાખની’.
‘ટીપેટીપે સરોવર ભરાય ને ખિસ્સામાં પૈસા હોય તો તહેવાર ગણાંય’. હાહાહા.
જો આ વખતે આપણે ગુજરાતી તરીકે ક્રિસમસ સોંગ ગાવાનું હોય તો આપણે એક ગીત ગાઈ શકીએ….
હે ઈશ્ર્વર ભજીએ તને, મોટું છે તુજ નામ.
ગુણ તારા નીત ગાઈએ, થાય હમારા કામ. હેત લાવી હસાવ તું, સદા રાખ દિલ સાફ. ભૂલ કદી કરીએ અમે, તો પ્રભુ કરજે માફ…..
આ ગીત તમે ગોતી લો, ગાઈ લો,
દિલનું બધુ દુ:ખ થઈ જશે માફ.
વર્ષને વધારવાની તૈયારી કરીલો.
ઘરને પાર્ટી હોમ બનાવી દો.
સુંદર મજાના તૈયાર થાવ.
સુંદર મજાની વાનગી ખાવ.
તમારા પરીવારની હુંફ મેળવો.
કુદરતના આશીર્વાદ મેળવો.
ઓપન માઇન્ડ વિથ નેહા એસકે મહેતા ટીમ.એન્ડ મુંબઇ સમાચાર પરિવાર તરફથી ઉત્સવ મનાવો. ક્યોકી..
ઝીન્દગી કે સફરમે ગુઝર જાતે હૈ જો મકામ વો ફીર નહી આતે….
બાદમે ચાહે ભેજો તુમ ઉનકો હજારો પયામ. વો ફીર નહી આતે…
૩૧-૧૨-૨૦૨૨ સ્વાહા.
હરી ઓમ શાંતિ શાંતિ શાંતિ ભવતુ.
ખુશ રહો. સ્વસ્થ રહો. મસ્ત રહો. જીવન છે ખુશી ખુશી જીવો.
વિશ યુ ઓલ, અ વેરી હેપ્પી યર એન્ડિંગ. માય ફેવરેટ મોસ્ટ હેપ્પી સોંગ ફોર યુ ગાય્સ. ૧,૨,૩,સ્ટાર્ટ…..
ઉઠે સબકે કદમ, દેખો રમ પમ પમ,
અજી એસે ગીત ગાયા કરો,
કભી ખુશી કભી ગમ,
તરર રમ પમ પમ,
હસો ઓર હસાયા કરો. લા,લા,લા,લા,લા,લા ,
ઐ યૈ યૈ યા, લાલા,લાલા.
ગોડ બ્લેસ યુ ઓલ માય રિડર્સ.