હેવાનિયતની હદપાર! મધ્ય પ્રદેશમાં ત્રણ વર્ષની બાળકી સાથે ડ્રાઈવરે આચર્યું દુષ્કર્મ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. મળચી માહિતી અનુસાર ભોપાલની ખાનગી સ્કૂલના એક બસ ડ્રાઈવરે ત્રણ વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને આ ઘટનાને મહિલા અટેન્ડેન્ટે છુપાવવાની કોશિશ કરી હતી.
આ મામલે સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે નવમી સપ્ટેમ્બરે બાળકીના માતા-પિતા ફરિયાદ લઈને આવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, બાળકી જ્યારે ઘરે પહોંચી ત્યારે તેના કપડાં બદલાયેલા હતાં ત્યારે બાળકીએ તેના માતા-પિતાને બેડ ટચની વાત જણાવી હતી. જ્યારે મહિલા અટેન્ડેન્ટને આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું હતું કે, બાળકી પાણી પી રહી હતી અને ત્યારે તેના કપડાંમાં પાણી ઢોળાઈ ગયું હોવાથી મેં તેના કપડાં બદલી નાંખ્યાં. મેં બાળકીના માતા-પિતા પાસે બે દિવસનો સમય માંગ્યો હતો, પરંતુ તેમણે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરી દીધી.
આરોપી ડ્રાઈવર અને મહિલા અટેન્ડેન્ટની ધરપકડ કરવામાં આવી છે. હાલમાં પોલીસ પુછપરછ કરી રહી છે અને આરોપી દોષી સાબિત થયો તો તેને કડક સજા આપવામાં આવશે, એવું પોલીસે જણાવ્યું હતું
મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટમાં જણાવ્યું હતું કે, ભોપાલની આ દુર્ધટનાને ગંભીરતાથી લેવામાં આવી છે અને આ મામલે તાત્કાલિક સુનાવણી થાય તે માટેની જોગવાઈ કરવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.