રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આજે સવારે કુલ 3 વિમાન ક્રેશ થયા છે. રાજસ્થાનમાં ભરતપુરમાં એક ચાર્ટર્ડ પ્લેન અને મધ્યપ્રદેશના મુરેનામાં વાયુસેનાના સુખોઈ અને મિરાજે એરક્રાફ્ટ તૂટી પડ્યા હતા.
આજે શનિવારે સવારે મધ્યપ્રદેશના મોરેના જિલ્લામાં જંગલ વિસ્તારમાં એક સુખોઈ-30 અને એક મિરાજ 2000 એરક્રાફ્ટ ક્રેશ થયા છે.વાયુસેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ શોધ અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
A Sad accident of plane crash have happened in Rajasthan and Madhya Pradesh. 2 Air force planes crashed in Muraina and a charted aircraft crashed in Bharatpur.#planecrash pic.twitter.com/kVqN2Crb4Z
— Divya Dhar (@DivyaDhar15) January 28, 2023
“>
દુર્ઘટના સમયે સુખોઈ-300માં બે પાયલટ સવાર હતા. જ્યારે મિરાજમાં 2000માં એક પાયલટ હતો. પ્રારંભિક અહેવાલો અનુસાર, બે પાઇલટ સુરક્ષિત છે જ્યારે IAF હેલિકોપ્ટર ટૂંક સમયમાં ત્રીજા પાઇલટના સ્થાન પર પહોંચશે.
એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત બંને ફાઈટર જેટની ટક્કરથી થયો હોવો જોઈએ, કારણ કે બંને જેટ એક જ જગ્યાએ ક્રેશ થયા છે. નિષ્ણાતોના મતે, પાઇલટે સમજદારીપૂર્વક જેટ પ્લેનને જંગલમાં ક્રેશ કર્યું છે.
તે જ સમયે, રાજસ્થાનના ભરતપુર શહેરમાંથી એક ચાર્ટર્ડ પ્લેન ક્રેશ થયાની ઘટના બની છે. માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જિલ્લા કલેક્ટર આલોક રંજન પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. જાનમાલના નુકસાનની શક્યતા નકારી શકાય તેમ નથી.