હાર્બર રેલ્વે લાઇન પર મંગળવારે સવારે મોટી દુર્ઘટના ટળી હતી. બેલાપરુરથી ખારકોપર જતી લોકલ ટ્રેનના 3 ડબ્બા ખારકોપર સ્ટેશન પાસે પાટા પરથી ઉતરી ગયા હતા. વહેલી સવારે 8:46 વાગે આ ઘટના બની હતી. આ દુર્ઘટનામાં કોઇને પણ ઇજા પહોંચી નહતી. ઘટના સ્થળે બચાવ કામગીરી ચાલતી હોવાથી અને ડબ્બા હટાવવાની કાર્યવાહી હાથ ધરાઇ છે.
દરમિયાન આ ઘટનાને પગલે બેલાપુર-ખારકોપર-નેરુળ આ લાઇન પરથી ચાલતી લોકલ ટ્રેનની અવર-જવર પર અસર થઇ છે, અને આ લાઇન થોડા સમય માટે બંધ કરવામાં આવી છે. હાર્બર લાઇન પરની અન્ય ટ્રેન રાબેતા મુજબ ચાલુ છે.