Homeટોપ ન્યૂઝઆ રાજ્યમાં ગુડસ ટ્રેન ડિરેલમેન્ટનો થયો વિચિત્ર અકસ્માત

આ રાજ્યમાં ગુડસ ટ્રેન ડિરેલમેન્ટનો થયો વિચિત્ર અકસ્માત

 

વેઈટિંગ રુમમાં ટ્રેનની રાહ જોતા પ્રવાસી બન્યા ભોગ

ઓડિસાઃ અહીંના જાજપુર જિલ્લાના કોરેઈ રેલવે સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેનના ડિરેલમેન્ટને કારણે ટ્રેનની રાહ જોનારા (વેઈટિંગ રુમમાં) પ્રવાસી અકસ્માતના ભોગ બન્યા હતા. ગુડ્સ ટ્રેનના ડિરેલમેન્ટના વિચિત્ર અકસ્માતમાં વેઈટિંગ રુમમાં ટ્રેનની રાહ જોતા ત્રણ પ્રવાસીનાં મોત થયા હતા, જ્યારે સાત પ્રવાસીને ઈજા પહોંચી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

કોરેઈ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરના વેઈટિંગ રુમમાં પ્રવાસીઓ ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે પ્રવાસીનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય એક પ્રવાસીનું પછી મોત થયું હતું. ત્રણ પ્રવાસીમાં બે મહિલા સહિત એક અઢી વર્ષના બાળકનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં પુરુષે તેની પત્ની અને તેની દીકરીને ગુમાવી છે. સોમવારે વહેલી સવારના 6.44 વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો, એમ ઈસ્ટ કોસ્ટ રેલવે (ઈસીઓઆર)ના અધિકારીએ જણાવ્યું હતું.

ગુડ્સ ટ્રેનના ડિરેલમેન્ટને કારણે અહીંના ટ્રેનવ્યવહારને અસર થઈ હતી, જ્યારે સ્ટેશનને નુકસાન થયું હતું. આ અકસ્માતમાં તપાસ હાથ ધરવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. ડાંગોવાપોસીથી છત્રપુર જતી ગુડસ ટ્રેનના સાત વેગન ટ્રેક પરથી ઉથલી પડયા હતા, જેમાંથી આઠ વેગન પ્લેટફોર્મ તથા વેઈટિંગ રુમને ટક્કર વાગી હતી. હાલના તબક્કે ગુડ્સ ટ્રેનના ડિરેલમેન્ટ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ અકસ્માત અંગે ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

આ અકસ્માતને કારણે આઠ ટ્રેન રદ કરવામાં આવી છે, જ્યારે પાંચ ટ્રેનને શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે, જ્યારે બાર ટ્રેનને ડાઈવર્ટ કરવામાં આવી છે, એમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular