Homeઆમચી મુંબઈપાલઘરની કેમિકલ કંપનીમાં આગ, 3ના મોત, 12 ઘાયલ

પાલઘરની કેમિકલ કંપનીમાં આગ, 3ના મોત, 12 ઘાયલ

મહારાષ્ટ્રના પાલઘર પાસે એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગમાં 3 લોકોના મોત થયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા.

પાલઘર જિલ્લાના બોઈસરના MIDC વિસ્તારમાં આવેલી એક કંપનીમાં બુધવારે આગ ફાટી નીકળી હતી . પ્રાપ્ત માહિતી અનુસાર કેમિકલ કંપનીના બોઈલરમાં વિસ્ફોટ થવાના કારણે આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ ઓલવવાની અને બચાવ કામગીરી હાથ ધરી હતી. બોઈસરના તારાપુર ઈન્ડસ્ટ્રીયલ એરિયાની ભગેરિયા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં પ્રોડક્શનનું કામ શરૂ કરતી વખતે આગ ફાટી નીકળી હતી.

સાંજે 4.30 કલાકે કંપનીના બોઈલરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો અને ત્યારબાદ આગ ફેલાઈ ગઈ હતી. અચાનક લાગેલી આગમાં ઘણા લોકો અંદર ફસાઈ ગયા હતા. જેના કારણે ત્રણ લોકોના દર્દનાક મોત થયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા.

ઘાયલોને સારવારાર્થે બોઈસરની શિંદે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Most Popular