થાણેઃ શનિવારે મુંબઈમાં અલગ અલગ ઠેકાણે આગ લાગવાની બે ઘટના બની હતી અને બંને ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નહોતી. ઘટનાઓ શનિવારે સવારે આઠ સાડઆઠ વાગ્યાની આસપાસ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર થાણે નજીક ટુવ્હીલરમાં આગ ફાટી નીકળી હતી, સદ્ભાગ્યે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નહોતી. જ્યારે સાંજે સવાસાત વાગ્યાની આસપાસ સાયન ખાતે આવેલી સૌમેયા હોસ્પિટલની અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં આગ ફાટી નીકળી હતી.
આગ લાગવાની પહેલી ઘટના સવારે સાડાઆઠ વાગ્યાની આસપાસ બની હતી, જેમાં ઈલેક્ટ્રિક ટુવ્હીલરમાં આગ ફાટી નીકળી હતી. થાણે રિજનલ ડિઝાસ્ટર મેનેમેન્ટ સેલના અવિનાશ સાવંતે આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે શનિવારે સવારે 8.40 કલાકે ઈવીટ્રિક ટુવ્હીલરમાં આગ ફાટી નીકળી હોવાની માહિતી મળી હતી. આ બાઈક તિરુપતિ પટ્ટાની હતી. બંને જણ ભિવંડીના કાલ્હેરથી થાણેમાં આવેલી લૂઈસવાડી ખાતે જઈ રહ્યા હતા એ વખતે બાઈકમાં આગ લાગી હતી. માહિતી મળતાં ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ બુઝાવી હતી. બાઈક પર સવાર બંને રાઈડરને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચી નહોતી.
શનિવારે સાંજે મુંબઈમાં આગ લાગવાની બીજી ઘટના સાયન ખાતે બની હતી. સાયન ખાતે આવેલી સોમૈયા હોસ્પિટલની ગ્રાઉન્ડ પ્લસ સાત માળની અંડર કન્સ્ટ્રક્શન ઈમારતના ત્રીજા માળના રૂમમાં આગ ફાટી નીકળી હતી. આગની માહિતી મળતાં જ અગ્નિશામક દળના જવાનો સાથે ચાર ફાયર એન્જિન રવાના કરવામાં આવ્યા હતા અને યુદ્ધના ધોરણે આગ બુઝાવવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું.
થાણેમાં સવારે ટુવ્હીલરમાં અને સાંજે હોસ્પિટલની અંડરકન્સ્ટ્રક્શન ઈમારતમાં લાગી આગ
RELATED ARTICLES