ઓડિશામાં નકસલવાદીના હુમલામાં CRPFના ત્રણ જવાન શહીદ, કેટલાક જવાનો ઘાયલ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

ઓડિશા-છત્તીસગઢ બોર્ડર પર નૌપાડા જિલ્લામાં નકસલવાદીઓએ કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની ટીમ પર હુમલો કર્યો છે, જેમાં ત્રણ જવાન શહીદ થઇ ગયા છે.

આ હુમલામાં કેટલાક જવાનો ઘાયલ થયા છે, જેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ હુમલો આજે બપોરે આશરે અઢી વાગ્યે કરવામાં આવ્યો હતો. નકસલવાદીઓ અગાઉથી જ ઘાત લગાવીને બેઠા હોવાથી CRPFના જવાનોને જોતા જ તેમણે ફાયરિંગ શરૂ કરી દીધી હતી.

આ હુમલામાં એસઆઇ શિશુપાલ સિંહ, એસઆઇ શિવલાલ અને કોનસ્ટેબલ ધર્મેન્દ્ર કુમાર સિંહનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું. એ પછી નકસલવાદીઓ સામે જવાબી કાર્યવાહી કરવા માટે અન્ય જવાનોએ મોરચો સંભાળ્યો હતો. જે વિસ્તારમાં અથડામણ થઇ એ દુર્ગમ વિસ્તાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.