ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના આંચકા આવવાનો સિલસિલો યથાવત છે. એવામાં આજે સવારે કચ્છની ઘરા ફરી ધ્રુજી ઉઠી હતી. અમરેલી બાદ કચ્છમાં ભૂકંપનો આંચકો આવતાં લોકોને 2001 જેવા કોઈ ભૂકંપનો ડર સતાવી રહ્યો છે.
મળતી માહિતી મુજબ આજે સોમવારે સવારે 10.49 વાગ્યે કચ્છ વિસ્તારમાં 3.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છના લખતરથી 62 કિમી દૂર હોવાનું જાણવા મળી રહ્યું છે. બે દિવસ બાદ ફરી કચ્છમાં ભૂંકપનો આંચકો આવતાં લોકોની ચિંતા વધી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ભૂકંપનો બીજો આંચકો આવ્યો છે.
નોંધનીય છે કે ગત રાત્રીએ અમરેલી જિલ્લામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગત મધ્યરાત્રે 1:42 કલાકે ભાડ, વાકીયા, જીકીયાળી, મીતીયાળા સહિતના ગામોમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવતા ઊંઘ માણી રહેલા લોકો દોડીને ઘરની બાહર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદૂ અમરેલીથી 45 કિમી દૂર નોંધાયું હતું. છેલ્લા ઘણા દિવસથી અમરેલીમાં ભૂકંપના આંચકા આવી રહ્યા છે. જેને લઈને લોકોમાં દહેશતનો માહોલ છે.
કચ્છ વિસ્તારમાં 3.8 તીવ્રતાનો ભૂકંપનો આંચકો, ગુજરાતમાં 24 કલાકમાં બીજો આંચકો
RELATED ARTICLES