૨૮૮માંથી ૨૮૩ : વિધાનસભ્યોએ કર્યું મતદાન

આમચી મુંબઈ

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરવા આવેલા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના જૂથના વિધાનસભ્યો. (અમય ખરાડે)

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ ૨૮૮ વિધાનસભ્યોમાંથી સોમવારે ફક્ત ૨૮૩ વિધાનસભ્યોએ મતદાન કર્યું હતું.
દક્ષિણ મુંબઈમાં આવેલા વિધાનભવનમાં સાંજે પાંચ વાગ્યે મતદાન પૂર્ણ થયાની જાહેરાત કરવામાં આવી હતી. મતદાન સવારે ૧૦ વાગ્યે ચાલુ થયું હતું. રાજ્ય વિધાનસભામાં ૨૮૮ વિધાનસભ્યો હોવા છતાં એક વિધાનસભ્ય શિવસેનાના રમેશ લટકેનું નિધન થયું હોવાથી અત્યારે રાજ્યમાં ફક્ત ૨૮૭ વિધાનસભ્ય છે.
દેશના ૧૫મા રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે ભાજપના એક વિધાનસભ્ય બિમારીને કારણે પહોંચી શક્યા નહોતા. એનસીપીના બે વિધાનસભ્યો અત્યારે જેલમાં હોવાથી મતદાન કરી શક્યા નહોતા, જ્યારે શિવસેનાના શિંદે જૂથના એક વિધાનસભ્યને ચૂંટણી પંચે મતદાન કરવાની પરવાનગી નકારી કાઢી હોવાથી તેઓ મતદાન કરી શક્યા નહોતા. ભાજપ અને સહયોગી પક્ષ તેમ જ શિવસેનાના ઠાકરે જૂથે દ્રૌપદી મુર્મૂને મતદાન કરવાની જાહેરાત કરી હતી. મુર્મૂની સામે વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા હતા. આ ચૂંટણીની મતગણતરી ૨૧ તારીખે થવાની છે. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.