નાગપુરમાં ગર્લફ્રેન્ડ સાથે સંબંધ બનાવતી વખતે 28 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી થયું મોત

આમચી મુંબઈ દેશ વિદેશ

Nagpur: મહારાષ્ટ્રની બીજી રાજધાની તરીકે ઓળખાતા નાગપુર જિલ્લામાં પોતાની પ્રેમિકા સાથે સંબંધ બનાવતી વખતે 28 વર્ષના યુવકનું હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના નાગપુરથી 40 કિમી દૂર આવેલા સાવનેર વિસ્તારની એક હોટલમાં બની હતી. પોલીસે આપેલી માહિતી અનુસાર યુવકે સેક્સ પહેલા કોઈ પ્રકારનું ડ્રગ કે દવાનું સેવન કર્યું નહોતું. યુવક પાસેથી પણ કોઈ દવા કે ડ્રગના પુરાવા મળ્યા નથી. મૃતક અજય પારટેકી નામનો શખ્સ ડ્રાઈવર અને વેલ્ડિંગ ટેક્નિશિયન હતો.

અજયના પરિવારે જણાવ્યું હતું કે છેલ્લાં થોડા દિવસોથી તેને તાવ હતો.
પોલીસે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, રવિવારે સાંજે ચાર વાગ્યે તે પોતાની મહિલા મિત્રને મળવા સાવનેર જતો રહ્યો હતો. ત્યાં સેક્સ દરમિયાન અચાનક પડી ગયો હતો અને બેહોશ થયો હતો. ઘટનાથી હેરાન છોકરીએ તાત્કાલિક હોટના સ્ટાફને મદદ માટે બોલાવ્યા અને તાત્કાલિક યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

અજયની પ્રેમિકા મધ્ય પ્રદેશના છિંદવાડાની રહેવાસી છે. તે નર્સ તરીકે કામ કરી છે. અજય આ યુવતી સાથે ત્રણ વર્ષથી રિલેશનશીપમાં હતો. ફેસબુકના માધ્યમથી બંનેની મુલાકાત થઈ હતી અને બંને વચ્ચે પ્રેમના ફણગા ફૂટ્યા હતાં. બંનેના પરિવારે તેમના સંબંધોને સ્વીકાર્યો હતો અને ટૂંક સમયમાં તેઓ લગ્ન કરવાના હતાં

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.