ગુજરાત મોડલનો વધુ એક નમુનો: GTU સાથે સંલગ્ન 63% કોલેજોમાં અપુરતી વ્યવસ્થા, ‘નો એડમિશન ઝોન’માં મુકાઈ શકે છે

આપણું ગુજરાત

છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં ઠેર ઠેર એન્જીનિયરિંગ કોલેજ ખુલી છે. આ કોલેજોમાં લાખો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે જાણવા મળ્યું છે કે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)સાથે સંલગ્ન આવતી 63% કોલેજોમાં અપુરતી વ્યવસ્થા હોવા છતાં અભ્યાસક્રમ ચલાવી રહી છે. GTU અંતર્ગત આવતી 270 કોલેજોમાં પ્રિન્સિપાલ, અધ્યાપકની કમી હોવાનું અને લેબની સુવિધામાં ખામી હોવાનું સામે આવ્યું છે. આવી કોલેજોને ‘નો એડમિશન ઝોન’માં મુકાઈ શકે છે
મળતી મહિતી મુજબ ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી સાથે સંલગ્ન 427 કોલેજો પાસેથી ‘સેલ્ફ ડીસ્ક્લોઝ્ડ’ મંગાવવામાં આવ્યું છે. સેલ્ફ ડીસ્ક્લોઝ્ડમાં 270 કોલેજોમાં આ પુરતી વ્યવસ્થા હોવાનું સામે આવ્યું છે. કેટલીક કોલેજમાં પ્રિન્સિપલ નથી, તો કેટલીક કોલેજોમાં અધ્યાપકની ઘટ છે, તેમજ અનેક કોલેજોની લેબમાં પુરતી વ્યવસ્થા નથી. જેને લઈને આવી કોલેજોને નોટિસ ફટકારવામાં આવી છે. જો આવી કોલેજોમાં કમીઓ પૂરી નહિ કરાય તો ‘નો એડમિશન ઝોન’ માં મૂકવાની GTU એ તૈયારી કરી છે.
આ અંગે યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું કે, જે કોલેજોમાં ખામીઓ યથાવત રહેશે તો આવી કોલેજોને ‘નો એડમિશન ઝોન’માં મૂકવામાં આવશે. જો સામાન્ય ખામી હશે, જે વિભાગમાં અધ્યાપકો ઓછા હશે, તો એ વિભાગની 25% થી 50% બેઠકો ઘટાડવામાં આવશે. એટલું જ નહીં કોલેજો આ ખામીઓ નહીં સુધારે તો 5 લાખ રૂપિયા સુધીનો દંડ પણ કોલેજોને ફટકારવામાં આવશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.