મુંબઈના ખાર વિસ્તારમાં ફેશન ડિઝાઈનિંગ ભણતી 23 વર્ષની વિદ્યાર્થિનીનો ડિલિવરી બોયે વિનયભંગ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું ધારાવીના રહેવાસી શાદામ આલમ સાકિબ આલમ શેખ નામના 27 વર્ષના આરોપી કૂરિયર ડિલિવરી કરવા પીડિતાની બિલ્ડિંગમાં ગયો હતોં. બિલ્ડિંગમાં પ્રવેશ કરતાં જ તેણે વિદ્યાર્થિનીને ફોન પર કોઈ સાથે રડી રડીને વાત કરી રહી હતી. પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને તેની સાથે લિફ્ટમાં ચડી ગયો હતો. તેણે પીડિતોનું ઘર જોઈ લીધું હતું. પાર્સલની ડિલિવરી કર્યા બાદ તેણે ટિશ્યુ પેપર પર પોતાના મોબાઈલ નંબર લખીને ફોન કરવાનું કહ્યું હતું. ડિલિવરી બોયની આ હરકત જોઈને યુવતી ગભરાઈ ગઈ હતી અને તેણે તાત્કાલિક પોતાના માતા-પિતાને જાણ કરી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ડિલીવરી બોયે ફેશન ડિઝાઈનરનો કર્યો વિનયભંગ
RELATED ARTICLES