મુંબ્રામાં ગળું ચીરી યુવકની હત્યા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

થાણે: તીક્ષ્ણ હથિયારની મદદથી ગળું ચીરી યુવકની કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ઘટના મુંબ્રામાં બનતાં પોલીસે ૧૨ કલાકમાં જ આરોપીને મુંબઈના બાન્દ્રા વિસ્તારમાંથી પકડી પાડ્યો હતો. મુંબ્રા પોલીસના જણાવ્યા મુજબ સોમવારે બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા યુવકની ઓળખ મોહમ્મદ ઈત્તેહાદ મોહમ્મદ અબ્દુલ વાહીદ (૨૦) તરીકે થઈ હતી.
પશ્ર્ચિમ બંગાળના માલદા ખાતે રહેતા વાહીદનો મૃતદેહ કૌસા વિસ્તારમાં ઝાડીઝાંખરાંમાંથી મળી આવ્યો હતો. ગળું ચીરી વાહીદની હત્યા કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ માટે તેના મૃતદેહને સરકારી હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. આ પ્રકરણે મુંબ્રા પોલીસે તપાસ હાથ ધરી બાન્દ્રાના બેહરામપાડા ખાતેથી આરોપી સાનીફ આસુ સાહી (૨૬)ની ધરપકડ કરી હતી. પોલીસ તેના સાથી ઝાકીર શેખની શોધ ચલાવી રહી છે. આરોપી સાહીના નાના ભાઈ અલ કરીમની તેના વતનમાં ત્રણ વર્ષ અગાઉ હત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં આરોપીને વાહીદ પર શંકા હતી. શંકાને આધારે સાહીએ મિત્રની મદદથી વાહીદની હત્યા કરી હોવાનું તપાસમાં પોલીસને જણાયું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.