વિરારથી શકમંદ પકડાયો – ટ્રાફિક પોલીસના હેલ્પલાઈન નંબર પર આવેલી ધમકીથી ક્રાઈમ બ્રાન્ચ-એટીએસ હરકતમાં આવી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં ૨૬/૧૧ જેવા હુમલા કરવાના ધમકીભર્યા વ્હૉટ્સઍપ મેસેજ મુંબઈની ટ્રાફિક પોલીસના હેલ્પલાઈન નંબર પર આવતાં તંત્ર સાબદું થઈ ગયું હતું. ધમકીના મેસેજીસને ગંભીરતાથી લઈ ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ) પણ તપાસમાં લાગી હતી. આ મામલે પોલીસે વિરારથી શકમંદને તાબામાં લઈ વધુ પૂછપરછ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં રાયગડના શ્રીવર્ધનના દરિયાકિનારેથી બે શંકાસ્પદ બોટ મળી આવી હતી, જેમાં એકે-૪૭ રાઈફલ અને કારતૂસો મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ આ મેસેજ ટ્રાફિક પોલીસના વરલી ક્ધટ્રોલ રૂમના હેલ્પલાઈન નંબરના વ્હૉટ્સઍપ પર શુક્રવારની રાતે ૧૧ વાગ્યાની આસપાસ આવ્યા હતા.
લગભગ દસેક મિનિટ સુધી મોકલવામાં આવેલા મેસેજીસમાં વિવિધ પ્રકારની ધમકીઓ આપવામાં આવી છે.
મુંબઈના પોલીસ કમિશનર વિવેક ફણસલકરે જણાવ્યું હતું કે ૨૬/૧૧ જેવો હુમલો કરવાની સાથે મુંબઈમાં બ્લાસ્ટની ધમકી આપવામાં આવી છે. મુંબઈમાં ૨૬/૧૧ના હુમલા વખતે પકડાયેલા આતંકવાદી અજમલ કસાબનો પણ ઉલ્લેખ છે. આ માટે તેમના કેટલાક સાથી મુંબઈમાં કામ કરી રહ્યા હોવાનું મેસેજમાં જણાવાયું છે.
આ મેસેજને પોલીસે ગંભીરતાથી લીધા છે. નાગરિકોની સુરક્ષાની તકેદારી રાખવાની જવાબદારી પોલીસની છે, એવી ખાતરી પણ ફણસલકરે આપી હતી.
તેમણે ઉમેર્યું હતું કે ધમકીભર્યા મેસેજની તપાસમાં જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ પ્રકરણે વરલી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૫૦૬(૨) હેઠળ ફર્સ્ટ ઈન્ફર્મેશન રિપોર્ટ (એફઆઈઆર) નોંધવામાં આવ્યો હતો. સંબંધિત કેસની વિગતો ક્રાઈમ બ્રાન્ચે એટીએસ સાથે પણ શૅર કરી હતી. વરલી પોલીસ સ્ટેશનના અધિકારીઓની ત્રણ ટીમ આ કેસની તપાસમાં લાગી છે.
બીજી બાજુ, કોસ્ટલ સિક્યોરિટીને એલર્ટ કરી દેવાઈ છે અને કોસ્ટ ગાર્ડ સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે. ‘સાગર કવચ’ ઑપરેશન હાથ ધરાયું છે અને દરિયાઈ સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી છે, એમ પોલીસ કમિશનરે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ૨૬ નવેમ્બર, ૨૦૦૮ની રાતે દસ પાકિસ્તાની આતંકવાદી દરિયાઈ માર્ગે જ મુંબઈમાં પ્રવેશ્યા હતા. આતંકવાદીઓમાંથી અજમલ કસાબને જીવતો પકડી પાડવામાં આવ્યો હતો, જ્યારે નવ આતંકવાદીને મોતને ઘાટ ઉતારાયા હતા. જોકે આ હુમલામાં ૧૬૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
જે નંબર પરથી મેસેજીસ આવ્યા છે તે લાહોરના એક માળીનો હોવાનો અને તેને હૅક કરાયો હોવાનો દાવો કેટલાક મીડિયા અહેવાલમાં કરાયો હતો. આ અંગે પૂછતાં કમિશનરે જણાવ્યું હતું કે પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે.
ધમકીભર્યા મેસેજ આવ્યાના બે દિવસ અગાઉ જ ગુરુવારે રાયગડ જિલ્લાના શ્રીવર્ધન કિનારેથી બોટ મળી આવી હતી. બોટમાંથી શસ્ત્રો મળી આવતાં મુંબઈ પોલીસ હાઈ એલર્ટ પર હતી. નૌકાદળ અને તટ રક્ષક દળને પણ સતર્ક કરવામાં આવ્યાં હતાં. એ સિવાય આસપાસના પરિસરમાં સર્ચ ઑપરેશન્સ શરૂ કરાયાં હતાં. સંબંધિત મામલાની તપાસ ચાલી રહી હતી ત્યાં ધમકીના મેસેજ આવતાં વધુ સતર્કતાની સૂચના આપવામાં આવી હતી.

દુશ્મન દેશના કોડવાળા
ફોન નંબર પરથી આવ્યા મેસેજ
મુંબઈ: ધમકીભર્યા મેસેજની તપાસ કરતાં તે પાકિસ્તાનના ક્ધટ્રી કોડવાળા મોબાઈલ નંબર પરથી મોકલવામાં આવ્યા હોવાનું જણાયું હતું. મુંબઈના પોલીસ કમિશનર વિવેક ફણસલકરે જણાવ્યું હતું કે પ્રથમદર્શી આ મેસેજ પાકિસ્તાનના દેશનો કોડ ધરાવતા નંબર પરથી આવ્યો હોય તેમ જણાય છે. આ મેસેજ હિન્દીમાં છે, ઉર્દૂમાં નહીં. સૂત્રોના જણાવ્યા મુજબ આ મેસેજીસ પાકિસ્તાનના નંબર પરથી આવ્યા છે, એવું બતાવવા ફેક આઈપી એડ્રેસનો ઉપયોગ કરાયો છે કે કેમ તેની તપાસ પણ પોલીસ કરી રહી છે. તપાસમાં કર્યા વગર અમે કોઈ પણ શક્યતા નકારી કાઢતા નથી.

બે દિવસ પહેલાં શસ્ત્ર સાથે પકડાયેલી બોટથી ખળભળાટ મચ્યો હતો
મેસેજમાં શું લખ્યું છે?
મુંબઈ: પોલીસને આવેલા મેસેજીસની શરૂઆત ‘મુબારક હો મુંબઈ મેં હમલા હોનેવાલા હૈ’થી કરાઈ હતી. મેસેજમાં આગળ જણાવાયું છે કે હુમલો ૨૬/૧૧ની યાદ તાજી કરાવશે. મેસેજમાં છ વ્યક્તિના કોન્ટેક્ટ નંબર દર્શાવાયા છે અને એ લોકો મુંબઈને ઉડાવવાની તૈયારી કરી રહ્યા હોવાનું લખવામાં આવ્યું છે. હું પાકિસ્તાનમાં છું. તમારા કેટલાક ઈન્ડિયન મારી સાથે છે, જે મુંબઈમાં બ્લાસ્ટ કરવા માગે છે. મુંબઈને ઉડાવવાની પૂરી તૈયારી છે, બસ સમય થોડો જ બાકી છે. કોઈ પણ સમયે બ્લાસ્ટ થઈ શકે છે, એમ મેસેજમાં જણાવાયું છે. વધુમાં એવી ધમકી અપાઈ છે કે આ વખતનો હુમલો ૨૬/૧૧ કરતાં પણ વધુ ઘાતક હશે. આ ધમકી નથી, હકીકતમાં થશે. મારું લોકેશન અહીંનું એડ્રેસ થશે, પરંતુ કામ મુંબઈમાં થશે. અમારું કોઈ ઠેકાણું નથી હોતું. ઉદયપુર જેવો પણ કાંડ થઈ શકે છે. મેસેજમાં પણ એવું પણ નોંધવામાં આવ્યું છે કે પંજાબના સિધુ મૂસેવાલા જેવી ઘટના પણ થઈ શકે છે. અમેરિકામાંનો હુમલો યાદ છે કે પછી તારીખ આપું? મેસેજમાં મુંબઈ પરના હુમલામાં જીવતા પકડાયેલા એકમાત્ર આતંકવાકી અજમલ કસાબ અને અલ કાયેદાના લીડર અયમાન અલ-જવાહીરીનો પણ ઉલ્લેખ કરાયો છે.

ફડણવીસનો ઉદ્ધવ ઠાકરેને ટોણો:
વર્તમાન મુખ્ય પ્રધાન ઘરે નથી બેસતા
મુંબઈ: શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને ટોણો મારતાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે વર્તમાન મુખ્ય પ્રધાન રાજ્યનો પ્રવાસ કરે છે અને લોકોને મળે છે, પરંતુ ક્યારે પણ ઘરે બેસતા નથી. આગામી મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં એકનાથ શિંદેના નેતૃત્વમાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન જીતશે.
ઠાકરે પર વારંવાર ભાજપ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેઓ તેમના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન મુંબઈની બહાર નીકળ્યા નહોતા અને મોટા ભાગે તેમના નિવાસસ્થાને જ તેમણે મીટિંગો કરી હતી.
મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં વિજય સુનિશ્ર્ચિત કરવા માટે મુંબઈ ભાજપનું પદ આશિષ શેલારને સોંપવામાં આવ્યું હોવાનું જણાવીને ફડણવીસે કહ્યું હતું કે ભાજપ જ પાલિકાની ચૂંટણી જીતશે. શેલાર ૨૦૧૭ની પાલિકાની ચૂંટણી સમયે ભાજપના અધ્યક્ષ હતા ત્યારે ભાજપે ૮૨ બેઠક પરથી ચૂંટણી જીતી હતી. અમે અમારા મેયરને
બેસાડવાના હતા, પણ અમારા સહયોગી (શિવસેના) માટે અમે બે ડગલાં પાછળ હટી ગયા હતા અને તેમના પક્ષનો મેયર બને એ માટે અમે મંજૂરી આપી હતી. આ વખતે મેયર ભાજપ અને શિંદે જૂથની શિવસેનાના ગઠબંધનથી બનશે, એવી ખાતરી સાથે ફડણવીસે જણાવ્યું હતું.
ફડણવીસે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે વાસ્તવિક શિવસેના, જે તેમના સ્વર્ગસ્થ સ્થાપક બાળ ઠાકરેની વિચારધારાને અનુસરતી હતી તેનું નેતૃત્વ મુખ્ય પ્રધાન શિંદે કરી રહ્યા છે. ફડણવીસે એમ પણ કહ્યું હતું કે અગાઉની ભાજપની આગેવાની હેઠળની સરકારે એમએમઆરડીએ દ્વારા મેટ્રોપોલિસ અને આસપાસના વિસ્તારોમાં રૂ. ૩ લાખ કરોડનું રોકાણ કરવાનું શરૂ કર્યું હતું અને વડા પ્રધાન મોદીના મજબૂત નેતૃત્વને કારણે આ શક્ય બન્યું હતું.

ઠાકરેનું નામ લઇને મોદીયુગના
અંતની ફડણવીસે કરી
કબૂલાત: ઉદ્ધવ
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વર્તમાન મુખ્ય પ્રધાન ઘરે નથી બેસતા, એવો ટોણો લગાવ્યા બાદ શિવસેનાના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ દેવેન્દ્ર ફડણવીસને જડબાતોડ જવાબ આપતાં કહ્યું હતું કે બાળાસાહેબ ઠાકરેનું નામ લઇને મત માગ્યા હતા ત્યારે મોદીયુગના અંતની ફડણવીસે કબૂલાત કરી હતી. ફડણવીસે શનિવારે મુંબઈ ખાતે તેમના ભાષણમાં કહ્યું હતું કે બાળાસાહેબના સ્વપ્નને પૂરું કરવા માટે પાલિકામાં સત્તા મેળવવી છે એટલે બાળસાહેબ ઠાકરેના નામે મત માગવાનો પ્રયાસ કર્યો છે. આના જવાબમાં જ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે શું હવે મોદીયુગ સમાપ્ત થઇ ગયો છે. ઉ

Google search engine