મમ્મીને મુક્તિ આપી દીધી… ડિપ્રેશનનો શિકાર બનેલા દીકરાએ માતાની હત્યા બાદ પોતે કરી આત્મહત્યા, લખી 77 પાનાની સુસાઈડ નોટ

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દિલ્હીના બુદ્ધવિહારમાં પહેલી સપ્ટેમ્બરના દિવસે માતાની હત્યા કરનારા 25 વર્ષના ક્ષિતિજે આત્મહત્યા કરી છે. આ સાથે તેણે 77 પાનાની સુસાઈડ નોટ લખી છે, જેને વાંચ્યા બાદ દિલ્હી પોલીસ આશ્ચર્યમાં મૂકાઈ હતી. સુસાઈડ નોટ અનુસાર ક્ષિતિજે તેની માતાની હત્યા પહેલી સપ્ટેમ્બરના કરી હતી અને બે દિવસ સુધી માતાના મૃતદેહ સાથે રહ્યા બાદ પોતે આત્મહત્યા કરી હતી. માતાની હત્યાના બે દિવસ પહેલા તેણે શું કર્યું એ તમામ બાબતોનો ઉલ્લેખ કર્યો છે. તેણે જણાવ્યું હતું કે, મારો કોઈ મિત્ર નથી, પિતાના મોત બાદ આર્થિત તંગી હતી. મમ્મી માંદી પડવા લાગી હતી અને હું પણ. સારવાર માટે પૈસા નહોતાં. માતાને બીમારીવાળા શરીરમાંથી મુક્તિ અપાવવા માગતો હતો. પહેલા મમ્મીનું ગળું ઘરમાં રાખેલા વાયરથી દબાવ્યું અને ધારદાર કટરથી ગળું કાપીને હત્યા કરી નાંખી. માતા મૃતદેહ સાથે બે દિવસ રહ્યો. હત્યાના કેટલાક કલાકો બાદ મૃતદેહમાંથી દુર્ગંધ આવવા લાગી ત્યારે ગંગાજળ છાંટીને ભગવદ ગીતા વાંચવાનું શરૂ કર્યું. એ પૂરું થઈ શક્યું નહીં, કારણ કે ખૂબ જ દુર્ગંધ આવી રહી હતી.
પોલીસે જણાવ્યું હતું કે ક્ષિતિજ સાયકોલોજિકલ ડિસઓર્ડરનો શિકાર થઈ ચૂક્યો હતો અને તેને કારણે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. પાડોશી મહિલાએ ક્ષિતિજને કોલ કરીને પૂછ્યું કે તારી મમ્મી ક્યાં છે, સત્સંગમાં જવાનું છે. ત્યારે ક્ષિતિજે જવાબ આપ્યો છે મારી મમ્મી મરી ગઈ છે અને હું પણ મરી રહ્યો છે. આ વાત સાંભળતા જ મહિલાએ પોલીસનો સંપર્ક સાધ્યો અને પોલીસ જ્યારે ક્ષિતિજના ઘરે પહોંચી ત્યારે મા-દીકરાના મૃતદેહ મળ્યા હતાં.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.